BPL યાદીમાં નામ ઉમેરવાની મુદત લંબાવાઈ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય રહેવાસીઓને જાણ કરવામાં આવે છે કે, જે અરજદારોનો વર્ષ 2002-03 તેમજ ત્યાર બાદની બીપીએલ યાદીમાં સમાવેશ ન થયેલ હોય તેવા અરજદારો અથવા કુટુંબની મુખ્ય વ્યકિતનું મૃત્યુ થયેલ હોય અને વિધવા મહિલા કુટુંબના વડા હોય તેવા કુટુંબો, ગંભીર રોગની બિમારી ધરાવતા કુટુંબો તથા વિકલાંગ કુટુંબોએ પોતાના નામ આ યાદીમાં સમાવવા માટે જરૂરી સર્વે કરાવવાની તા.31-5 સુધી લંબાવવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

આથી નિયત નમુનામાં તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ નીચે મુજબના સાધનીક કાગળો સાથે કચેરી સમય દરમ્યાન આ અંગેની અરજી કરવાની રહેશે.વર્ષ 2002-03 ના સર્વેમાં તેમજ ત્યાર પછીના સર્વેમાં જેનો સર્વે થયેલ હોય અને જેમનો સમાવેશ 0 થી 52 ના સ્કોરમાં થયો હોય તેવા અરજદારો ફરીથી અરજી કરવાની રહેતી નથી, જે કુટુંબો આ યાદીમાં પોતાનું નામ સામેલ કરવા માંગતા હોય.

Read About Weather here

તેમણે રેશનકાર્ડ ચુંટણીકાર્ડ/આધારકાર્ડ, જમીન ધરાવતા હોય ન ધરાવતા હોય, (તલાટી-કમ-મંત્રીનો દાખલો), કાચું/પાકુ/ મકાન ધરાવે છે/ ધરાવતા નથી (તલાટી-કમ-મંત્રીનો દાખલો),આવક અંગેનો સક્ષમ સત્તાધિકારીનો દાખલો વગેરે સાથે અરજી કરવાની રહેશે, તેમ નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, રાજકોટની યાદીમાં જણાવાયુ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here