આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.ટેક્સાસમાં 18 વર્ષીય વિદ્યાર્થીએ કર્યા ગોળીબાર, 18 બાળક સહિત 21નાં મોત; રાષ્ટ્રીય શોક જાહેર

અમેરિકન ગન કલ્ચરની વરવી સાબિતીરૂપે બનેલી એક ઘટનામાં ટેક્સાસની એક પ્રાથમિક શાળામાં 18 વર્ષીય એક શૂટરે 18 બાળક અને 3 શિક્ષકને ગોળીઓથી વીંધી નાખીને મોતને ઘાટ ઉતારી દીધા છે. 

Visit Saurashtra Kranti Homepage here

2.હવામાં બેલેન્સ ગુમાવતાં 4 પેસેન્જરને ઈજા; દિલ્હીથી કેનેડા જતી ફ્લાઇટ અમદાવાદ ડાઇવર્ટ કરી

દિલ્હી-જયપુરમાં વરસાદ અને તોફાની પવનને લીધે 7 ફ્લાઈટ અમદાવાદ ડાઇવર્ટ

3.અકસ્માતમાં પગ ગુમાવ્યો,હવે એક પગ વડે 1 કિ.મી.સુધી કૂદી કૂદીને આ દીકરી શાળાએ જાય છે

સીમા કહે છે-એક પગ ગુમાવ્યાનું કોઈ દુખ નથી, હું મારા કામ એક પગથી પણ કરી લઉં છું

4.પ્લાસ્ટિકની પ્લેટ, કપ, સ્ટ્રો, ઝંડા, ટ્રે, ફોર્ક, આઈસક્રીમની ચમચીના ઉપયોગ પર 1 જુલાઈથી પ્રતિબંધ, થર્મોકોલથી કરાતા ડેકોરેશન પર પણ બાન આવશે

પર્યાવરણના રક્ષણ માટે અત્યાર સુધી 40 માઈક્રોનથી પાતળા પ્લાસ્ટિક પર પ્રતિબંધ હતો જે વધારીને 120 માઈક્રોન કરાયો

5.ચીન અને રશિયાના ફાઇટર જેટ્સે જાપાન નજીકથી ઉડાન ભરી; મોદી-બાઇડન ટોક્યોમાં જ ઉપસ્થિત હતા

જાપાનની રાજધાની ટોક્યોમાં ક્વૉડ દેશોના રાષ્ટ્રાધ્યક્ષોની મીટિંગ ચાલી રહી હતી. આ સમયે જ ચીન અને રશિયાએ એક ઘણી જ ગંભીર હરકત કરી.

6.દિશા વાકાણીએ દીકરાને જન્મ આપ્યો, ‘સુંદર’એ કહ્યું- ‘હું બીજીવાર મામા બની ગયો’

મયુર વાકાણીએ કહ્યું, દિશા સિરિયલમાં જરૂરથી પરત ફરશે

7.BF કરન કુંદ્રાને જોતા જ તેજસ્વી પ્રકાશે પાગલની જેમ દોટ મૂકી, બાથરોબમાં માંડ માંડ જાતને સંભાળી

તેજસ્વી ‘નાગિન 6’ના શૂટિંગમાં વ્યસ્ત હતી

8.સલમાન ખાનના કહેવાથી જીજાજી આયુષ શર્મા ‘કભી ઈદ કભી દિવાલી’માંથી નીકળી ગયો

આયુષ શર્માને ફિલ્મના ડિરેક્ટર સાથે ક્રિએટિવ ડિફરન્સ હતાં

9.3 દિવસમાં તીવ્ર પવન સાથે વરસાદ પડશે, વાદળિયા વાતાવરણ વચ્ચે 41 ડિગ્રી ગરમી

રાજસ્થાનમાં સક્રિય થયેલા સાઈક્લોનિક સરક્યુલેશનનો ટ્રફ દક્ષિણ-પશ્ચિમી રાજસ્થાનથી લઈને ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્ર સુધી લંબાયો છે.

Read About Weather here

10.સુરતમાં 3 બેંકમાંથી 33 કરોડનું લોન કૌભાંડ ઝડપાયું, વરાછાના બિલ્ડર અશ્વિન વિરડિયા સહિત 12 સામે ગુનો

બિલ્ડર, બેંક મેનેજર સહિત 6ને ઈકોસેલે ઝડપી પાડ્યા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here