એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લી.ના રૂા.441 કરોડના રાઈટસ ઈશ્યુને અભૂતપૂર્વ પ્રતિસાદ

એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લી.ના રૂા.441 કરોડના રાઈટસ ઈશ્યુને અભૂતપૂર્વ પ્રતિસાદ
એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લી.ના રૂા.441 કરોડના રાઈટસ ઈશ્યુને અભૂતપૂર્વ પ્રતિસાદ
એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે (એજીએલ) આજે જાહેરાત કરી હતી કે તેનો રૂ. 441 કરોડનો રાઈટ્સ ઈશ્યુ (જે ભારતમાં કોઈપણ સિરામિક કંપની દ્વારા લવાયેલો સૌથી મોટો ઈશ્યુ છે) સફળતાપૂર્વક સંપન્ન થયો છે અને પડકારજનક સમય છતાં શેરધારકો તથા રોકાણકારો તરફથી પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે. રાઈટ્સ ઈશ્યુનો જાહેર હિસ્સો 1.38 ગણાથી વધુ ભરાયો છે અને 6.87 કરોડ શેર અથવા રૂ. 432 કરોડની બીડ્સ પ્રાપ્ત થઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

સરેરાશ ધોરણે કંપનીને રાઈટ્સ ઈશ્યુમાં 6.99 કરોડ શેર્સ અથવા રૂ. 441 કરોડની સામે ઈશ્યુ બંધ થયાની તારીખે (10 મે) 8.89 કરોડ શેર્સ અથવા રૂ. 561 કરોડની બીડ્સ પ્રાપ્ત થઈ છે જે 127 ટકા કરતાં વધુ સબસ્ક્રીપ્શનનું પ્રતિનિધિત્વ કરે છે.ઈક્વિટી શેર્સની ફાળવણી 19 મે, 2022 કે તેની આસપાસ થશે.રાઈટ્સ શેર્સનું બીએસઈ અને એનએસઈ પર લિસ્ટિંગ લગભગ 24 મે, 2022 કે તેની આસપાસ થશે.

Read About Weather here

રાઈટ્સ ઈશ્યુની સફળતા અંગે ટિપ્પણી કરતા, એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કમલેશ પટેલે જણાવ્યું હતું કે, હું અમારા પ્રિય અને આદરણીય શેરધારકો અને રોકાણકારોને તેમના સમર્થન અને રાઈટ્સ ઈશ્યુમાં સહભાગી થવા બદલ તેમના પ્રત્યે કૃતજ્ઞતા અને નિષ્ઠાપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ પડકારજનક સમયમાં તમારા તમામના સમર્થન સાથે, રાઈટ્સ ઈશ્યુ 1.27 ગણાથી વધુ સબસ્ક્રાઈબ થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here