સુરત પાલિકાની ગંભીર બેદરકારી…!

સુરત પાલિકાની ગંભીર બેદરકારી…!
સુરત પાલિકાની ગંભીર બેદરકારી…!
સુરતમાં શરૂઆતથી 24 બાય 7 પાણી યોજનાનો વિરોધ થઇ રહ્યો છે. પરવટગામ વિસ્તારમાં પાલિકા દ્વારા 24 બાય 7 પાણી પુરવઠા યોજના હેઠળ હજારો મિલકતદારને 16 હજારથી 1 લાખ સુધીના મસમોટા પાણી બિલના મેસેજ કરાતા મિલકતદારો ચોંકી ઉઠ્યા હતા.એવામાં આડેધડ બિલ ફટકારવામાં આવતા રહીશોમાં ભારે આક્રોશ ફાટી નિકળ્યો હતો.પાલિકાને જાણ થતાં આખરે મોડેમોડે મિલકતદારોને આ મેસેજ ધ્યાનમાં નહીં લેવા માટે બીજો એક મેસેજ કર્યો હતો. આમ પાલિકાની ભૂલના કારણે હજારો મિલકતદારો દોડતા થઇ ગયા હતા. આ વિસ્તારના રહીશોને વોટર મીટરના પહેલીવાર બિલ મોકલવામાં આવનાર છે.

Visit Saurashtra Kranti Homepage here

બિલ મોકલવા પહેલા પાલિકાએ મેસેજ મારફતે બિલની જાણ કરી હતી.જો કે,ટેકનિકલ ભૂલથી વધારે પડતા બિલોના મેસેજ પહોંચી ગયા હોવાનું જણાવી પાલિકા બચાવ કરી રહી છે. હાઇડ્રોલીક વિભાગના કાર્યપાલક ઇજનેર મિનેષ પટેલે જણાવ્યું હતું કે, આઇએસડી વિભાગમાંથી ટેક્નિકલ ભૂલથી મેસેજ ગયા હતા. જોકે આ મેસેજને ધ્યાને નહીં લેવા માટે લોકોને ફરીથી મેસેજ કરાયા હતા.શહેરમાં 5 વર્ષ અગાઉ મોટાવરાછા-અમરોલી વિસ્તારમાં વોટર મીટર લગાડવાની શરૂઆત થઇ હતી ત્યારે પણ પહેલીવાર મસમોટા બિલો ફટકારાતા ભારે વિરોધ થયો હતો.

Read About Weather here

હાલમાં સ્માર્ટ સિટી અંતર્ગત આંજણા, ઉમરવાડા, ગોડાદરા, પરવટ, મગોબ, ડુંભાલ વિસ્તારમાં 24 બાય 7 પાણી પુરવઠા યોજના હેઠળ વોટરમીટરના કનેકશનો લગાડવાની કામગીરી હાથ ધરાઇ હતી. જે અંતર્ગત 6 હજારથી વધુ ઘરમાં વોટરમીટર લાગી ગયા છે. જ્યારે 25 હજારથી વધુ ઘરોમાં મીટર લગાડવાનું કામ ચાલુ છે.પરવટગામ વિસ્તારમાં એક મકાન છેલ્લા 5 વર્ષથી બંધ છે. આ ઘરમાં રહેતા મિલકતદારને 74 હજાર વોટર બિલ ફટકારવામાં આવ્યું છે. જોકે બાદમાં પાલિકાએ પોતાની ભૂલ સુધારી લીધી હતી.આવી ગંભીર ભૂલ થતાં પાલિકાની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here