જીટીયુના 15માં સ્થાપના દિવસની ઉજવણી

જીટીયુના 15માં સ્થાપના દિવસની ઉજવણી
જીટીયુના 15માં સ્થાપના દિવસની ઉજવણી
અમદાવાદ ખાતે ટેક્નિકલ શિક્ષણ ક્ષેત્રે દેશ વિદેશમાં રાજ્યનું નામ રોશન કરનાર અને  ગુજરાતની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી એટલે કે, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ (જીટીયુ) 14 વર્ષ પૂર્ણ કરીને ટેક્નોલોજીક શિક્ષણ ક્ષેત્રે અગ્રહરોળમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઉપલક્ષે જીટીયુ ચાંદખેડા કેમ્પસ ખાતે 15માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, ગેસ્ટ ઑફ ઓનર તરીકે રાજ્ય શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર, ટેક્નિકલ એજ્યુકેશન વિભાગના ડિરેક્ટર જી. ટી. પંડ્યા, જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠ, બીઓજી મેમ્બર અમિત ઠાકર જીટીયુના કુલસચિવ ડો. કે. એન. ખેર  ઉપસ્થિત રહ્યા હતા.15માં સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે જીટીયુના ફેકલ્ટીઝ અને સ્ટાફગણને બેસ્ટ એમ્લોઈઝ, સેક્શન, સ્પેશિયલ એવોર્ડ, એનબીએ અને નેક એક્રિડેટેડ સંસ્થાઓ, એનબીએની સ્ટેટ લેવલની કમિટી જેવી જુદી-જુદી 7 કેટેગરીમાં એવોર્ડ આપીને સન્માનિત કરાયા હતાં.

Read About Weather here

વિશેષમાં આ પ્રસંગે સ્ટાર્ટઅપ અને ઈનોવેશન તથા જીટીયુની તમામ પ્રકારની સિદ્ધિઓની સ્માર્ટ એક્ઝીબીશન ગેલેરી, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખીને નવનિર્મિત જીટીયુનો લોગો અને વેબસાઈટ, કેમ્પસ ખાતે બનાવવમાં આવેલ સરસ્વતી પ્લાઝા, પર્યાવરણની જાણવળી થાય તે અર્થે યુનિવર્સિટી સોલાર રૂફ ટોપ પ્રોજેક્ટનું લોન્ચિંગ શિક્ષણમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના સફળ આયોજન બદલ જીટીયુના કુલપતિ અને કુલસચિવે તમામ સેક્શન હેડ અને સ્ટાફગણને આ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here