ખેડૂતોને કારમાં લિફ્ટ આપી, રોકડ રકમની ચોરી કરનાર ગેંગ ઝડપાઈ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ગોંડલ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો જણસ વેચવા આવતા હોય છે અને તે વેચી રોકડ રકમ સાથે બહાર નીકળતી વખતે ધ્યાનમાં રાખીને ખેડૂતોને ટાર્ગેટ કરતી રાજુલાના 5 શખ્સની ગેંગને ગોંડલ પોલીસે રોકડ રકમ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ગોંડલ યાર્ડમાં પેઢી ધરાવતા જયેશભાઈ ગોંડલીયા, સોમનાથ જિલ્લામાં રહેતા ભરતભાઈ નંદાણીયાને ગોંડલ યાર્ડની બહાર લિફ્ટ આપવાના બહાને ગાડીમાં બેસાડી નજર ચૂકવી રોકડ રકમની ચોરી કરી હોય જે અંગેની ગોંડલ પોલીસમાં ફરિયાદ નોંધાતા સિટી પીઆઇ સંગાડા, હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ રાઠોડ સહિતનાઓએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

Read About Weather here

આ દરમિયાન બાતમી મળી હતી કે રાજુલા ગામે તત્વ જ્યોતિ મંદિર પાસે રહેતા રવિ શાંતિભાઈ ચૌહાણ, કરણ ખીમા ભાઈ સોલંકી, આકાશ ઉર્ફે ગેરવો જેન્તીભાઈ સોરઠીયા, જયંતિ ઉર્ફે કાળુ ગોરધનભાઈ સોલંકી તેમજ હરેશ લાભુભાઈ ચૌહાણ ફરીથી શિકારની તલાશમાં ગોંડલ તરફ આવી રહ્યા હોય પોલીસે જેતપુર ચોકડી સાંઢિયા પુલ પાસે કાર સાથે પાંચેય આરોપીને રોકડ રકમ, ગાડી કુલ મુદ્દામાલ રૂ. 2,94,000 સાથે પકડી પાડી કાર્યવાહી કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here