આટકોટ: 23 કરોડના ખર્ચે બનાવેલ પાણીના ટાંકાનો લાભ કૈલાશનગરના લોકોને મળશે?

આટકોટ: 23 કરોડના ખર્ચે બનાવેલ પાણીના ટાંકાનો લાભ કૈલાશનગરના લોકોને મળશે?
આટકોટ: 23 કરોડના ખર્ચે બનાવેલ પાણીના ટાંકાનો લાભ કૈલાશનગરના લોકોને મળશે?
આટકોટ કૈલાસ નગરમાં સરકારની ગ્રાન્ટમાંથી 23 લાખના ખર્ચે બનેલા પાણીના ટાંકાને એક વર્ષ પૂરૂં થયું છતાં હજી પણ શરૂ કરવામાં આવ્યો નથી. આ પાણીના ટાંકા માટે મહિલાઓએ આંદોલન પણ કર્યું હતું છતાં કોઈ પણ પગલા લેવામાં આવ્યા નથી. માત્ર સતાધીશો રજૂઆત કરી, અમે વિકાસના કામો કર્યા પણ પાણીના ટાંકા શરૂ ન કરી શક્યા. આઠ દિવસ રજૂઆત કર્યા છતાં પણ પીજીવીસીએલમાં દ્વારા રજીસ્ટ્રેશન કરવા ન ગયા પંચાયતની બોડીની તા.4/5 પૂર્ણ થતાં હવે વહીવટદાર નિમણુંક થયા.

Visit Saurashtra Kranti Homepage here

જેને પાંચ દિવસ જેવો સમય થયો પણ હજી તેઓ પણ ગયા ન હોવાનું જાણવા મળ્યું છે.લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે કે, શું આ ઉનાળામાં કૈલાશ નગરના લોકોને પાણીના ટાંકાનો લાભ નહીં મળે? સરકારે બનાવેલા 23 લાખના પાણીના ટાંકા ધૂળધાણી થઈ જશે? કોઈ સતાધીશોએ કેમ ટાંકા ચાલુ ન કર્યા? હવે વહીવટદાર સરકાર દ્વારા બનાવવામાં આવેલ પાણીના ટાંકા શરૂ કરવામાં આવે તેવું અહીંના સ્થાનિક લોકોએ માંગણી કરી છે.

Read About Weather here

પીજીવીસીએલમાંથી ત્રણ કનેક્શન પાસ થઈ ગયા છે પણ રજીસ્ટ્રેશન કરવા જાય તો કોટેશન આપે પછી કનેક્શન આપવાની કાર્યવાહી થઈ શકે, કનેક્શન આપે તો આ પાણીના ત્રણે ટાંકા શરૂ કરવામાં આવ્યા પણ હવે કોણ કરશે? શું મહિલાઓ ફરી આંદોલન કરશે તેવી ચર્ચાનો વિષય બની ગયો છે. નર્મદાનું કનેક્શન પણ ટાંકાને આપેલ છે પણ વિજ પુરવઠો મળે એટલે શરૂ થાય તો અહીંના લોકોને પાણીની સમસ્યા પણ હળવી બનશે આ ઉનાળામાં લોકોને આ ટાંકાનો લાભ નહીં મળે તો શું સરકારનો લાખોનો ખર્ચ પાણીમાં જશે?

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here