સલમાનના બીજા નંબરના ભાઈ અરબાઝ ખાનના 2017માં ડિવોર્સ થયા હતા. બોલિવૂડ સ્ટાર સલમાન ખાનનો સૌથી નાનો ભાઈ સોહેલ ખાન પણ ડિવોર્સ લઈ રહ્યો છે. સોહેલ તથા સીમા લગ્નનાં 24 વર્ષ બાદ ડિવોર્સ લઈ રહ્યાં છે. ખાન પરિવાર માટે આ બહુ જ આંચકાજનક સમાચાર છે. સલમાને આ સંબંધને બચાવવા પૂરતા પ્રયાસો કર્યા હતા, પરંતુ તે નિષ્ફળ રહ્યો.સીમા ખાન પતિ સોહેલ ખાનથી ઘણાં વર્ષોથી અલગ રહે છે. વેબ સિરીઝ ‘ધ ફેબ્યુલસ લાઇફ ઑફ બોલિવૂડ વાઇફ’માં સીમા ખાને સ્વીકાર્યું હતું કે તે પતિથી અલગ રહે છે. જોકે સીમાએ અલગ રહેવાનું કોઈ કારણ જણાવ્યું નહોતું.સોહેલ ખાનનું નામ હુમા કુરૈશી સાથે જોડાતાં સીમા ગુસ્સે થઈ ગઈ હતી. કહેવાય છે કે સીમા ખાન ગુસ્સામાં બે બાળક સાથે ઘર છોડીને જતી રહી હતી. હુમા કુરૈશી તથા સોહેલ ખાન વચ્ચે સેલિબ્રિટી ક્રિકેટ લીગ દરમિયાન નિકટતા વધી હતી. સોહેલે હુમા કુરૈશીને પોતાની ક્રિકેટ ટીમ ‘મુંબઈ હીરો’ની બ્રાન્ડ-એમ્બેસેડર બનાવી હતી. હુમા તથા સોહેલ વચ્ચે કંઈક હોવાની વાત વાયુવેગે પ્રસરી ગઈ હતી.
Visit Saurashtra Kranti Homepage here
ચર્ચા તો ત્યાં સુધી હતી કે સોહેલ ખાન જે બિલ્ડિંગમાં રહે છે એ જ બિલ્ડિંગમાં હુમા કુરૈશી શિફ્ટ થઈ ગઈ હતી.2016માં સોહેલ તથા સીમા વચ્ચે અણબનાવ શરૂ થયા હતા. બંને ત્યારથી જ અલગ-અલગ ઘરમાં શિફ્ટ થઈ ગયાં હતાં. સલમાન ખાને ભાઈનો પરિવાર ના તૂટે એ માટે શક્ય એટલા તમામ પ્રયાસો કર્યા હતા. સલમાન ખાન બંનેનાં ઘરે ગયો હતો અને કલાકો સુધી બેસીને બંનેને સમજાવવાનો પ્રયાસો કર્યા હતા. જોકે સીમા કે સોહેલ સાથે રહેવા તૈયાર નહોતાં અને તેઓ પોતાના નિર્ણયમાં મક્કમ હતાં. આટલું જ નહીં, સલમાન ખાને હુમાને પણ ચોખ્ખા શબ્દોમાં સોહેલથી દૂર રહેવાનું કહ્યું હતું. સલમાનની ચેતવણી બાદ હુમાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સોહેલ તેના મોટા ભાઈ જેવો છે.ઘર છોડવાની વાત પર સીમા ખાને એવો બચાવ કર્યો હતો કે તેણે ઘર છોડ્યું જ નહોતું. તે દીકરાઓ તથા સાસુ-સસરા સાથે પનવેલ સ્થિત ફાર્મહાઉસમાં રહેવા ગઈ હતી. જોકે સીમા પછી ક્યારેય સોહેલના ઘરે રહેવા આવી નહોતી.
Read About Weather here
તે બાંદ્રામાં પોતાની બહેન સાથે રહેવા લાગી હતી.વેબ સિરીઝ ‘ધ ફેબ્યુલસ લાઇફ ઑફ બોલિવૂડ વાઇફ’માં સીમા ખાને કહ્યું હતું કે તેમનો પરિવાર ઘણો જ સારો છે. સોહેલ સારો પિતા છે. તે બાળકોના જન્મથી હંમેશાં તેની સાથે છે. તે સોહેલને પ્રેમ કરે છે અને હંમેશાં કરતી રહેશે. જોકે ઘણીવાર એવું બને છે કે તમારી ઉંમર વધે છે, તેમ તમારા સંબંધો અલગ અલગ દિશામાં જાય છે. તેઓ અલગ હોવા છતાં એક છે.વેબ સિરીઝના એક એપિસોડમાં બતાવવામાં આવ્યું હતું કે સીમા-સોહેલનો મોટો દીકરા નિર્વાણ અમેરિકાથી પરત ફર્યો હતો. સીમાએ તેને પોતાના ઘરે રહેવાનું કહ્યું હતું. જોકે નિર્વાણ પિતાના ઘરે જતો રહ્યો હતો. આ વાત પર સીમા ગુસ્સે થઈ ગઈ હતી. માતાના ગુસ્સે થવા પર નિર્વાણે એવો જવાબ આપ્યો હતો કે તે એ રીતનું વર્તન કરે છે કે જાણે કે વિદેશમાં હોય. તે સામેના ઘરમાં જ રહે છે.સીમાએ દીકરાની વાત પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે તે દીકરાને બહુ મળી શકતી નથી. દીકરાની આ વાત તેને સૌથી વધુ ખરાબ લાગે છે.તે મોટા ભાગે પિતા સાથે જ રહે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here