મોબાઈલ માટે મિત્રનું ગળું કાપ્યું…!

મોબાઈલ માટે મિત્રનું ગળું કાપ્યું…!
મોબાઈલ માટે મિત્રનું ગળું કાપ્યું…!
ગળું કપાયા બાદ સગીરે હાથેથી પોતાનું લોહીથી લથબથ ગળું દબાવ્યું અને એક કિલોમીટર સુધી દોડીને પોતાના ઘરે પહોંચ્યો. બિહારમાં આવેલા બગહામાં મોબાઈલ માટે થઈ એક સગીર યુવકનું ગળું કાપી નાંખ્યું. ગળામાંથી નીકળતું લોહી જોઈને તેના પરિવારના લોકોના પણ હોશ ઉડી ગયા. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો, જ્યાં તેને બેડ અને હાથ પર હત્યારાનું નામ લખ્યું. સારવાર દરમિયાન જ તેનું મોત નિપજ્યું. સગીરની હત્યા કરનાર પણ સગીર વયનો તેનો મિત્ર જ નીકળ્યો.ઘટના ગુરુવાર રાત બગહાના નરઇપુર વિસ્તારની છે. અહીં વોર્ડ-12ના નિવાસી હબીબ અંસારીના 14 વર્ષના પુત્ર સાહિલ અંસારી અને બાજુમાં રહેતા 15 વર્ષના કિશોર વચ્ચે મિત્રતા હતી. પરિવારના જણાવ્યા મુજબ, સાહિલનો આ મિત્ર ગુરુવારે લગભગ 7 વાગ્યે ઘરે આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

મોબાઈલ માટે મિત્રનું ગળું કાપ્યું…! મોબાઈલ

મોબાઈલ વેચવા માટે તે સાહિલને સાથે લઈ ગયો. શહેરથી 1 કિલોમીટર દૂર નદી કિનારે લઈને જઈને ગળું કાપી નાખ્યું અને તે મરી ગયો છે તેમ સમજીને ત્યાંથી ભાગી ગયો.ઘટના પછી સાહિલ દોડતાં દોડતાં 1 કિલોમીટર દૂર પોતાના ઘરે પહોંચ્યો. ગળું કપાઈ ગયું હોવાને કારણે તે કંઈ બોલી શકતો ન હતો. પરિવારે સાહિલને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. જ્યાં તેને હાથ અને બેડ પર હત્યારા મિત્રનું નામ લખ્યું.સાહિલની ગંભીર સ્થિતિને જોતાં હોસ્પિટલના ડોકટરે તેની પ્રાથમિક સારવાર કર્યા બાદ જીએમસીએચ બેતિયા માટે રેફર કર્યો. ત્યાં પણ તેની હાલત જોતાં બીજા ડોકટરને રેફર કર્યો, ત્યારે ત્યાં લઈ જતાં તેનું રસ્તામાં જ મોત થઈ ગયું. જો કે મોત પહેલાં સાહિલે એક કાગળ પર તે હત્યારા મિત્રનું નામ લખ્યું જેને તેનું નદીના કાંઠે ચાકૂથી ગળું કાપ્યું હતું.સાહિલ ઘરેથી પૂરાં કપડાં પહેરીને રેન્જર સાયકલ લઈને નીકળ્યો હતો. પરંતુ જ્યારે તે ભાગતાં ભાગતાં ઘરે આવ્યો તો તેના શરીર પર માત્ર અંડરવિયર અને બનિયાન જ હતું, જે લોકોમાં ચર્ચાનો વિષય છે.

Read About Weather here

હાલ આ મુદ્દે પોલીસ પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.સાહિલ પોતાના મા-બાપનો એકનો એક દીકરોહતો. એક ખાનગી શાળામાં ધોરણ 9માં ભણતો હતો. મળતી માહિતી મુજબ સાહિલનો જ્યારે જન્મ થયો ત્યારે તેના નાનાએ પોતાની પુત્રી અને જમાઈને પોતાના પાડોસમાં જ એક જમીન લઈ આપી હતી. જે બાદ તેઓ ત્યાં જ ઘર બનાવીને રહેતા હતા. સાહિલ પણ નાનાની આંખની સામે રહેતો હતો. એકમાત્ર સંતાન હોવાને કારણે પરિવારના તમામ લોકો તેને પ્રેમ અને દુલાર કરતા હતા. મોતની જાણ થતાં જ સાહિલની માતા રડી રડીને પાગલ જેવી બની ગઈ છે.પટખૌલી પોલીસે સગીર વયના આરોપીની ધરપકડ કરી લીધી છે. . પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની પૂછપરછ કરી રહી છે.પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ લાલબાબૂ યાદવે જણાવ્યું કે પ્રથમ દ્રષ્ટીએ આ કેસ મોબાઈલને લઈને ઊભો થયેલો વિવાદ લાગી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here