પ્રદેશ ભાજપના ટોચના નેતાની રાજકોટમાં ગુપચુપ યાત્રા: ચોક્કસ બ્લુપ્રિન્ટ તૈયાર?

પ્રદેશ ભાજપના ટોચના નેતાની રાજકોટમાં ગુપચુપ યાત્રા: ચોક્કસ બ્લુપ્રિન્ટ તૈયાર?
પ્રદેશ ભાજપના ટોચના નેતાની રાજકોટમાં ગુપચુપ યાત્રા: ચોક્કસ બ્લુપ્રિન્ટ તૈયાર?
લગભગ એકાદ અઠવાડિયા પહેલા પ્રદેશ ભાજપમાંથી એક નેતાએ એકદમ ગુપચુપ રીતે અને કોઈને જાણ ન થાય એ પ્રકારે રાજકોટની મુલાકાત લીધી હતી અને ચોક્કસ આગેવાનો તથા કાર્યકરો સાથે એક વરિષ્ઠ નેતાના ઘરે સઘન ચર્ચા- વિચારણા પણ કરી હતી. એવું આધારભૂત રાજકીય સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. લોક પ્રતિનિધિઓ સહિતના પક્ષના લાગતા-વળગતા તમામની કામગીરીનો અભ્યાસ કરીને એમણે વિગતો મેળવી હોવાનો અને ખાસ રીપોર્ટ તૈયાર કરીને પ્રદેશ મોવડીઓ સમક્ષ રજુ કર્યું હોવાનું કહેવાય છે. વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ માટે ચોક્કસ બ્લુપ્રિન્ટ પર ઉંડાણપૂર્વક નેતાએ સ્થાનિક રીતે મનોકવાયત કરી હતી. એવું ભાજપના રાજકીય કોરીડોરમાં ચર્ચાઈ રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

માહિતગાર સાધનોના જણાવ્યા મુજબ લગભગ એકાદ સપ્તાહ પહેલા પ્રદેશ ભાજપના નેતા રાજકોટ આવી ગયાનું અને રેકી કરી ગયાનું કહેવાય છે. એમણે પક્ષના એક વરિષ્ઠ નેતાના ઘરે ઉતરીને બેઠક યોજી હતી. કહેવાય છે કે પાર્ટીના ચોક્કસ આગેવાનો અને ચોક્કસ વરિષ્ઠ કાર્યકરોને બોલાવી સ્થાનિક નેતાના ઘરે જ અનેક મુદ્દાઓ અને ખાસ કરીને વિધાનસભા ચૂંટણી લક્ષી તૈયારીની ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી. મુલાકાતી નેતાએ છાનેખૂણે યોજેલી બેઠકમાં ચૂંટણીલક્ષી તૈયારીઓ કેટલી અને કેવી છે, કોની કેવી કામગીરી રહી છે, લોકોમાં છાપ કેવી છે અને પક્ષ પ્રતિ શું અપેક્ષા છે તેવા અનેક મુદ્દાઓ પણ નેતાએ જરૂરી વિગતો મેળવીને સૌરાષ્ટ્ર અને રાજકોટની પરિસ્થિતિ અંગેનો આખો ચિઠ્ઠો તૈયાર કર્યો છે. નેતા રાજકોટની મુલાકાત લઇ ગયા બાદ હવે પ્રદેશ કક્ષાના મોવડીઓને ગાંધીનગર પહોંચી અહેવાલ રજુ કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે.

કહેવાય છે કે, પ્રદેશ કક્ષાએથી આવેલા નેતાની આ ગુપચુપ યાત્રા અંગે શહેરનાં આગેવાનો અને પક્ષનાં હોદ્દેદારોને પણ ખબર પડી નથી. નેતા મુલાકાત લઇ ગયા બાદ બધાને જાણ થઇ હતી. એમણે પ્રદેશ કક્ષાએ શું અહેવાલ આપ્યો, સ્થાનિક કક્ષાએ શું ચર્ચા થઇ અથવા કેવા પ્રકારના સૂચનો થયા એ વિશે એમને મળેલા આગેવાનો અને કાર્યકરો સ્વાભાવિક રીતે કશું કહેવા તૈયાર નથી. કારણ કે એમની સાથે જે ચર્ચા થઇ છે એ પણ ગુપ્ત રીતે થઇ છે એટલે પ્રદેશને રીપોર્ટ આપ્યા વિના કોઈ વિગતો જાહેર કરવાની એમને મળેલા કોઈ નેતા હિંમત નહીં કરે.

વિધાનસભાની ચૂંટણીઓમાં ટિકિટ ફાળવણીનો મામલો છે ત્યાં સુધી એ મુદ્દા પર કાર્યકરોની રજૂઆતને મોવડીઓએ ગંભીરતાથી ધ્યાનમાં લીધી હોય એવું છાનેખૂણે જાણવા મળ્યું છે. તમામ સ્તરનાં પક્ષનાં કાર્યકરોએ નેતાઓ સમક્ષ ખૂબ જ ભારપૂર્વક અને આગ્રહ સાથે એવી રજૂઆત કરી છે કે, વિધાનસભાની ચૂંટણીઓમાં પક્ષે શિક્ષિત યુવાનો અને શિક્ષિત બહેનોને જ મોટા પ્રમાણમાં ટિકિટ આપવી જોઈએ. આ એક મુદ્દા પર તો તળીએથી ટોચ સુધી ચર્ચાનું ગજબનાક સાગરમંથન ચાલી રહ્યું છે.

Read About Weather here

બીજીતરફ ભાજપનાં ધારાસભ્યો જે રિપીટ થવાના સપના જોઈ રહ્યા છે એવા તમામ અને જેમને કાંટો નીકળી જવાની બીક છે એવા તમામ ધારાસભ્યોએ પક્ષના મોવડીઓને બતાવવા માટે પોતપોતાના મત વિસ્તારોના વિકાસ કામોની વિગતો ભેગી કરવાનું શરૂ કર્યું હોવાનું કહેવાય છે. કોણે કેટલા કામ કર્યા છે તેનો રીપોર્ટ આ ધારાસભ્યો એટલા માટે મેળવી રહ્યા છે કે કદાચ, કદાચ નો-રિપીટ થિયરીના વાવાઝોડામાંથી બચી શકાય. આવનારા દિવસોમાં ભાજપની ચૂંટણીલક્ષી વ્યૂહરચનાની બ્લુપ્રિન્ટ ધીમે-ધીમે સ્પષ્ટ થતી જાય એવી શક્યતા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here