પહેલીવાર રાજકોટથી એર એમ્બુલન્સમાં દર્દીને ચેન્નાઈ લઇ જવાયો

પહેલીવાર રાજકોટથી એર એમ્બુલન્સમાં દર્દીને ચેન્નાઈ લઇ જવાયો
પહેલીવાર રાજકોટથી એર એમ્બુલન્સમાં દર્દીને ચેન્નાઈ લઇ જવાયો

રાજ્ય સરકારે શરૂ કરેલી સેવાનો ખર્ચ 6 લાખ થતો હોવાનો અંદાજ: સરકારની 108 સેવા સાથે ખાનગી કંપનીનું જોડાણ, ચાર્જ લઈને સેવા પૂરી પડાય છે

રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ચાર્જેબલ એર એમ્બ્યુલન્સ સેવાએ ગઈકાલે રાજકોટથી પહેલી ઉડાન ભરી હતી અને સારવાર માટે રાજકોટનાં એક દર્દીને ચેન્નાઈ જઈ જવામાં આવ્યા છે. તેમ સરકારનાં સુત્રોએ જણાવ્યું હતું.

રાજ્ય સરકારે એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી છે. જે માટે સરકારની 108 સેવા સાથે ખાનગી કંપની જોડાય છે. દર્દીઓ પાસેથી ચાર્જ લઈને એર એમ્બ્યુલન્સની સેવા આપવામાં આવે છે. તે માટે રૂ.6 લાખ જેવો ખર્ચ થતો હોવાનો અંદાજ છે.

રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ એક દર્દીને ફેફસાની સારવાર માટે ચેન્નાઈ એમજીએમ હોસ્પિટલમાં લઇ જવાની ઈમરજન્સી ઉભી થઇ હતી. આથી હોસ્પીટલે આ સેવા માટે 108 નો સંપર્ક કર્યો હતો. દર્દીને 108 મારફત હોસ્પિટલથી એરપોર્ટ પહોંચાડવામાં આવ્યા હતા. એ માટે કોઈ ચાર્જ લેવાયો ન હતો.

Visit Saurashtra Kranti Homepage here

એર એમ્બ્યુલન્સની સેવા સરકારે ગયા મહીને જ શરૂ કરી હતી. જેની પહેલી ઉડાન ગઈકાલે થઇ હતી. એર એમ્બ્યુલન્સે બપોરે 2:40 કલાકે રાજકોટથી ઉડાન ભરી હતી અને 6 કલાકની સફર બાદ સાંજે ચેન્નાઈ પહોંચી હતી.

Read About Weather here

એરપોર્ટ પરથી દર્દીને ચેન્નાઈની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સેવા લેનાર પરિવારે પોતાની ઓળખ જાહેર કરી નથી. પણ સુત્રોનાં જણાવ્યા મુજબ આ સેવાનો ખર્ચ રૂ. 6 લાખની આસપાસ થાય છે. રાજકોટથી અમદાવાદ લઇ જવાનો ખર્ચ રૂ. 1 લાખ જેવો થાય છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here