ખાદ્યતેલ ભડકે બળ્યુ…!

ખાદ્યતેલ ભડકે બળ્યુ…!
ખાદ્યતેલ ભડકે બળ્યુ…!
પામોલીન તેલમાં 50 રૂપિયાના ભાવવધારો થતો 2470 રૂપિયાએ એક ડબ્બો મળી રહ્યો છે. સીંગતેલ અને કપાસિયા તેલના ભાવવધારા પાછળ એકમાત્ર કારણ માર્કેટમાં કપાસ અને મગફળીની અછત.ખાદ્યતેલ ભડકે બળી રહ્યું છે. કારણ છેલ્લા 10 દિવસમાં સીંગતેલમાં 75 રૂપિયા વધીને એક ડબ્બાનો ભાવ 2725 રૂપિયા થયો છે. તેમજ કપાસિયા તેલમાં 50 રૂપિયાનો ભાવ વધતા એક ડબ્બાનો ભાવ 2725 રૂપિયાએ આંબી ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિયેશન (સોમા)ના પ્રમુખ કિશોર વિરડીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 10 દિવસથી સીંગતેલ, કપાસિયા તેલ અને ઇમ્પોર્ટ તેલની અંદર તેજી આવી છે. સીંગતેલમાં 2650 રૂપિયાથી વધીને 2725 રૂપિયા થયા છે. કપાસિયા તેલમાં પણ સીંગતેલ પણ સમકક્ષ 2725 રૂપિયા ભાવ છે. જેમાં 50 રૂપિયાનો વધારો નોંધાયો છે. બંનેના સમકક્ષ ભાવનું એક જ કારણ છે કે, ઇમ્પોર્ટમાં તેજી આવી છે. ઉપરાંત સૌરાષ્ટ્રમાં મગફળીની આવક અને પીલાણ ઓછું છે.

મગફળી ન મળતી હોવાથી મિલો બંધ છે. બીજી તપ સીંગતેલની માગ ઘટી છે.કિશોર વિરડીયાએ વધુમાં જણાવ્યું હતું કે, હવે આગામી ચોમાસાને આડે હવે બે મહિના બાકી હોય ખેડૂતો પણ માર્કેટમાં મગફળીનું બિયારણ લેવા નીકળ્યા છે. આથી ખાસ કરીને સરકારને વિનંતી છે કે, જે ખેડૂતો પાસેથી આપણે 1110 રૂપિયામાં મગફળી ખરીદી હતી તે દરેક ખેડૂતોને બિયારણરૂપે મગફળી તે જ ભાવમાં પરત આપે. જેથી કરીને આવતા વર્ષની અંદર મગફળીનું વાવેતર ઘટશે. અત્યારે તો એવું અનુમાન છે કે, ગત સીઝન કરતા આગામી સીઝનમાં 50 ટકા જ મગફળીનું વાવતેર થશે.

Read About Weather here

હાલ કપાસના ભાવ ખૂબ ઊંચા છે તો ખેડૂતો મગફળીનું વાવેતર ઘટાડી કપાસનું વાવેતર વધારશે. હાલ ખેડૂતો માર્કેટ યાર્ડમાં બિયારણ માટે મગફળીના 1300થી 1350 રૂપિયા ચૂકવે છે. માટે મગફળીનું પિલાણ ઓછું છે, જેથી કરીને તેજી જોવા મળી રહી છે.ખેડૂતોને બિયારણના રૂપમાં મગફળી સરકારે આપવી જોઇએ તેવું જણાવતા કિશોર વિરડીયાએ જણાવ્યું હતું કે, જો બિયારણના સ્વરૂપે એક એક ખાંડી મગફળી ખેડૂતોને આપવામાં આવે તો આવતા વર્ષનું પણ આપણે નક્કી કરી શકીએ કે, સીંગતેલમાં તેજી ઓછી થાય.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here