ફાઇનાન્સ કંપનીની વિકૃત હરકત…!

ફાઇનાન્સ કંપનીની વિકૃત હરકત…!
ફાઇનાન્સ કંપનીની વિકૃત હરકત…!
સમયસર લોનનો હપતો નહીં ભરાતાં ઉઘરાણી પૂરી કરવા માટે પ્રાઇવેટ ફાઇનાન્સ કંપની દ્વારા અત્યંત વિકૃત પગલું ભરવામાં આવ્યું છે. સરળતાથી મોબાઇલ એપ પરથી લોન લેનાર અમદાવાદના એક વેપારીની સ્થિતિ ખૂબ જ દયનીય બની ગઇ છે.  ઉઘરાણી માટે ફાઇનાન્સ કંપની દ્વારા વેપારીની પત્નીના જે ફોટા લોન વખતે આપવામાં આવ્યા હતા એને મોર્ફ કરીને નગ્ન સ્ત્રીના બોડી પર સેટ કરી અશ્લીલ ફોટા તૈયાર કરી વેપારી અને તેના કોન્ટેક્ટ લિસ્ટમાં જ વાઇરલ કરવામાં આવ્યા હતા, જેથી ભાંગી પડેલા વેપારીએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ-ઇન્સ્પેકટર આર.એમ સરોદેની ટીમે આ કૃત્ય કરનારને ઉત્તરપ્રદેશથી ઝડપી લીધો છે

Visit Saurashtra Kranti Homepage here

અને તેની સામે કડક પગલાં લેવા કવાયત શરૂ કરી છે.વિચિત્ર ઘટનાની જાણવા મળતી વિગતો એવી છે કે શહેરના પોશ વિસ્તારમાં રહેતો મોન્ટુ પત્ની રિન્કુ સાથે રેડીમેડ ગાર્મેન્ટસનો બિઝનેસ સંભાળે છે. લોકડાઉનમાં ધંધામાં ખાસ્સી મંદી અને નુકસાન જતાં મોન્ટુને રૂપિયાની જરૂરિયાત ઉભી થઇ હતી. જેને પગલે તેણે બેંકમાંથી કે ફાઇનાન્સ કંપનીમાંથી લોન લેવા માટે કવાયત શરૂ કરી હતી. જોકે તેનું સીબીલ યોગ્ય નહીં હોવાથી લોન મળવાની સંભાવના ઓછી હતી. ત્યારે જ તેને મિત્રએ હવે મોબાઇલ એપ પરથી પણ લોન મળતી હોવાનું જણાવ્યું હતું.જેને પગલે મોન્ટુએ હેન્ડ કેશ નામની એપ પરથી લોન લીધી હતી.

Read About Weather here

તેણે પત્નીના નામે પણ લોન લીધી હતી. હવે નિશ્ચિત સમયમાં લોન ભરવામાં મોન્ટુ અને રિન્કુ નિષ્ફળ ગયા હતા. જેને પગલે હેન્ડ કેશમાંથી તેના ઉપર કોલ આવ્યો હતો અને લોન નહીં ભરવાના મુદ્દે ગાળાગાળી કરી હતી. આટલું જ નહિ ઉઘરાણી પુરી નહિ થતાં હેન્ડ કેશના ઉઘરણી ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ વિકૃત હરકત કરી હતી. લોન માટે રિન્કુના જે ફોટા આપવામાં આવ્યા હતા. આ ફોટોને મોર્ફ કરી ન્યુડ મહિલાની બોડી પર સેટ કરી અશ્લિલ ફોટા તૈયાર કરી મોન્ટુ અને રિન્કુને મોકલવા ઉપરાંત તેમના પરિવારના સભ્યો અને મિત્રોનો પણ મોકલી દીધા હતા. ફરિયાદના આધારે તપાસ કરી ઇન્સ્પેકટર સરોદે અને તેમની ટીમે આ વિકૃત કૃત્ય કરનાર હેન્ડ કેશના ઉઘરાણી ટીમના સભ્યને ઉત્તરપ્રદેશથી ઝડપી લીધો હતો. (પાત્રોનાં નામ બદલ્યાં છે.)જેને કારણે મુશ્કેલીમાં મુકાઇ ગયેલા રિન્કુ અને મોન્ટુએ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here