રાજકોટની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં મધરાત્રે વિદ્યાર્થીનીઓ રસ્તા પર

રાજકોટની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં મધરાત્રે વિદ્યાર્થીનીઓ રસ્તા પર
રાજકોટની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં મધરાત્રે વિદ્યાર્થીનીઓ રસ્તા પર

સમરસ હોસ્ટેલનાં વ્યવસ્થાતંત્ર સામે ઉભા થતા અનેક સવાલો, પગલા કેમ લેવાતા નથી? રોહિત રાજપૂત

અવારનવાર વિવાદોમાં ચમકતી રહેતી રાજકોટની સમરસ હોસ્ટેલમાં ગુરૂવારે મધરાત્રે ભારે બઘડાટી બોલી ગઈ હતી અને હોસ્ટેલનાં વ્યવસ્થાતંત્રએ સર્જેલી સમસ્યાઓ અને મોકાણનાં વિરોધમાં સેંકડો વિદ્યાર્થીનીઓ મોડીરાતનાં પોરમાં રસ્તા પર આવી ગઈ હતી અને જોરદાર દેખાવો સાથે ધરણા શરૂ કરી નાખી હતી. પાણી અને જમવાની સમસ્યાઓને લઈને દીકરીઓએ આંદોલન શરૂ કરતા ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાની એનએસયુઆઇને જાણ થતા સંસ્થાનાં પ્રમુખ રોહિતસિંહ રાજપૂત સહિત એમની સમગ્ર ટીમ સમરસ હોસ્ટેલ ધસી ગઈ હતી અને વિદ્યાર્થીની બહેનોનાં ટેકામાં આંદોલનમાં જોડાઈ હોબાળો મચાવી દીધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

રાજ્ય સરકારનાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત સમરસ ક્ધયા હોસ્ટેલમાં મોટાભાગે મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારની વિદ્યાર્થીનીઓ અભ્યાસ માટે રહેતી હોય છે. છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીનીઓ ફરિયાદ કરી રહી હતી કે, જમવામાં મોટાભાગે કાચું અપાય છે. ભોજનમાંથી અવારનવાર ઈયળ અને જીવજંતુ નીકળી પડે છે, પૌષ્ટિક ચીજ-વસ્તુઓ વપરાતી નથી છતાં કોઈ પગલા લેવાતા નથી અને સમસ્યાનું નિરાકરણ આવતું નથી. ઘણા સમયથી પૂરતું પીવાનું અને વપરાશનું પાણી પણ અપાતું નથી. આથી પરીક્ષાઓ દરમ્યાન ખૂબ સમસ્યાઓ ઉદ્દભવે છે. કોઈ નિરાકરણ આવતું ન હોવાથી આજે ના છૂટકે 500 થી વધુ વિદ્યાર્થીનીઓએ મોડીરાત્રે એકઠા થઇ એનએસયુઆઇની મદદ માંગી હતી. બહેનોએ તંત્ર અને સરકાર વિરુધ્ધ ધરણા કર્યા હતા અને જોરદાર સુત્રોચ્ચાર પણ કર્યા હતા.

એનએસયુઆઇનાં જિલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, અમને વિદ્યાર્થીનીઓની ફરિયાદ મળતા અમારી ટીમ 15 મિનિટમાં એમના સમર્થનમાં પહોંચી ગઈ હતી. હોસ્ટેલનાં સંચાલક અધિકારીઓને રૂબરૂ બોલાવી સમસ્યાથી વાકેફ કર્યા હતા. જમવાની અને પાણીની ગંભીર સમસ્યાનું મૂળ કારણ વહીવટીતંત્ર જ છે. વિદ્યાર્થી પાંખ સંગઠને આક્ષેપ કર્યો હતો કે, દર વર્ષે હોસ્ટેલમાં પાણી અને જમવાના પ્રશ્ને હોબાળો થાય છે. છતાં અમૂક ભષ્ટ અધિકારીઓનાં પાપે 1500 થી વધુ વિદ્યાર્થીનીઓ સરખું જમતી નથી, પૂરતું પાણી ન હોવાથી તરસ્યા રહેવું પડે છે. વિદ્યાર્થીનીઓને પૌષ્ટિક જમવાનું આપવાને બદલે હલકી ગુણવત્તાનું ભોજન આપતી કોન્ટ્રાકટર કંપનીને દૂર કરવાને બદલે માત્ર નોટીસ આપી સંતોષ માણી લેવાય છે એટલે વારંવાર સમસ્યા થાય છે.

ગજઞઈં એ જણાવ્યું હતું કે, આજ યુનિવર્સિટીમાં પરીક્ષાઓ ચાલુ છે. છતાં અહીં અવારનવાર લાઈટ ખોરવાઈ છે. પીવાનું પાણી નથી હોતું એ દર્શાવે છે કે પ્રાથમિક સુવિધાઓનાં અભાવ વચ્ચે વિદ્યાર્થીનીઓ કઈ રીતે રહી શકતી હશે એ સવાલ છે. બેટી બચાવો, બેટી પઢાવોની વાતો કરતી સરકાર માટે હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ માટે અડધી રાત્રે ધરણા કરવા પડે એનાથી મોટી શરમજનક બાબત સરકાર માટે શું હોય શકે. અમે રાત્રે જ કલેકટરનું પણ ધ્યાન દોર્યું હતું. મહાપાલિકા ઓછા દબાણથી પાણી આપતી હોવાથી મેયરને પણ ટેલીફોન પર જાણ કરી હતી.

Read About Weather here

સંચાલન કરનાર સમાજ કલ્યાણ અધિકારી પાસે બાહેંધરી અપાવી હતી કે, આ સમસ્યાઓનું પુનરાવર્તન નહીં થાય, કેટરીંગ કંપનીને દૂર કરાશે. વીજળી પણ નહીં જાય. અધિકારીએ પાણી પણ તુરંત મંગાવી આપ્યું હતું. હોસ્ટેલમાં 3 કલાક સુધી હલ્લાબોલ થતા એક તબક્કે પોલીસ પણ દોડી આવી હતી અને મોડીરાત્રે મામલો થાળે પડ્યો હતો. તંત્રને રજૂઆત કરવામાં રોહિતસિંહ રાજપૂત, યુવા કોંગ્રેસનાં બ્રિજેશ પટેલ, અભિરાજ તલાટિયા, મોહિલ ડવ, પાર્થ બગડા, રણજીત મુંધવા, હરપાલસિંહ જાડેજા અને રવિ જીતીયા વગેરે જોડાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here