ગુજરાતમાં મોંઘવારી વિરોધી આંદોલન તોડી પાડવા પોલીસ દમનનો કોંગ્રેસનો આક્ષેપ

ગુજરાતમાં મોંઘવારી વિરોધી આંદોલન તોડી પાડવા પોલીસ દમનનો કોંગ્રેસનો આક્ષેપ
ગુજરાતમાં મોંઘવારી વિરોધી આંદોલન તોડી પાડવા પોલીસ દમનનો કોંગ્રેસનો આક્ષેપ

અમદાવાદમાં કોઈ પૂર્વ મંજૂરી વિના પોલીસ કોંગ્રેસ કાર્યાલયમાં ધૂસી ગયાનો અને મહિલા કાર્યકરો સાથે ગેરવર્તન કર્યાનો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનો ગંભીર આક્ષેપ
કોંગ્રેસ કાનૂની પગલા લેવાનું ગંભીરતાથી વિચારે છે: જગદીશ ઠાકોર

ગુજરાતમાં કોંગ્રેસનાં મોંઘવારી વિરોધી આંદોલનનાં પ્રારંભે ગુરૂવારે ગુજરાત પોલીસ કોઈ પૂર્વ પરવાનગી વિના અમદાવાદ ખાતે કોંગ્રેસનાં વડામથકમાં ધૂસી ગઈ હતી અને મહિલા કર્મચારીઓ સાથે ગેરવર્તન કર્યું હતું એવો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ સીસીટીવી સહિતનાં પુરાવા ચકાસીને પોલીસ સામે કાનૂની પગલા લેશે એવું પ્રદેશ પ્રમુખે જાહેર કર્યું હતું. મોંઘવારી સામેના આંદોલનને તોડી પાડવા પોલીસ દમન ચાલુ થયાનો કોંગ્રેસનાં નેતાઓએ આક્ષેપ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા પવન ખેડાએ એવો તીખો સવાલ કર્યો હતો કે, ભાવવધારા સામે વિરોધ કરવાનો અમને અધિકાર નથી? દરેક ચીજ- વસ્તુઓનાં ભાવ આસમાને પહોંચી રહ્યા છે તો શું અમારે વિરોધ ન કરવો જોઈએ? તેમણે જણાવ્યું હતું કે, ગઈકાલે પોલીસ અધિકારીઓ મોટા કાફલા સાથે અમદાવાદનાં કોંગ્રેસનાં વડામથકની ઈમારતમાં ઘુસી ગયા હતા અને કોંગ્રેસની મહિલા કાર્યકરો સાથે ગેરવર્તન કર્યું હતું.

Read About Weather here

પોલીસની ટુકડી ફુગાવાનાં પુતળાને પણ ઉપાડી ગઈ હતી જેનું અમે ચોકમાં દહન કરવાના હતા. કોઈ કાનૂની મંજૂરી કે દસ્તાવેજો વિના પોલીસ આવી રીતે કોંગ્રેસ કે કોઈપણ પક્ષની કચેરીમાં કઈ રીતે ઘુસી શકે? એવો સવાલ તેમણે કર્યો હતો. પ્રદેશ કોંગ્રેસ વડા જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, અમારા તમામ કાનૂની નિષ્ણાંતો અને વકીલો કોંગ્રેસ વડામથકે પહોંચી ગયા છે. કચેરીનાં તમામ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી અમે પુરાવા એકત્ર કરી રહ્યા છીએ. તે પછી પોલીસ અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી કરશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here