રાજકોટ જિલ્લાના 300 મહિલા આરોગ્ય વર્કરોનું ‘મોબાઇલ રિટર્ન’આંદોલન

રાજકોટ જિલ્લાના 300 મહિલા આરોગ્ય વર્કરોનું ‘મોબાઇલ રિટર્ન’આંદોલન
રાજકોટ જિલ્લાના 300 મહિલા આરોગ્ય વર્કરોનું ‘મોબાઇલ રિટર્ન’આંદોલન
ગ્રેડ-પે સુધારણાના આંદોલનના ભાગ રૂપે રાજકોટ જિલ્લાના અંદાજે 300 જેટલા ફિમેલ હેલ્થ વર્કર બહેનો દ્વારા જિલ્લાની તમામ તાલુકા હેલ્થ ઓફિસ કક્ષાએ સરકાર તરફથી ફાળવેલા ટેકો મોબાઈલ ફોન પોત પોતાના તાલુકા કક્ષાએ સ્વિચ ઓફ કરીને જમા કરાવેલ છે. ગાંધી ચિંઘ્યા માર્ગે લડતને આગળ ધપાાવી છે.ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ મુજબ આરોગ્ય વિષયક જુદી – જુદી કામગીરી ચાલુ છે. પરંતુ તે અંગેનું રિપોર્ટિંગ સંપુર્ણ બંધ કરેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

જેનું એલાનના ચોથા દિવસમાં પ્રવેશી ચુકયું છે, ત્યારે મહાસંઘના આદેશ મુજબ તા.31 મી માર્ચના રોજ ફિમેલ હેલ્થ વર્કર/એ.એન.એમ.બહેનોને સગર્ભા માતા અને માતૃબાળ આરોગ્ય સેવાઓની ઓન લાઈન કામગીરી માટે સરકારે ફાળવેલ ટેકો મોબાઇલ પોર્ટલમાં સેવાઓની વિગતો ઓનલાઇન નહીં ભરી તાલુકા આરોગ્ય કચેરી ખાતે ટેકો મોબાઇલ જમા કરાવેલ છે.

Read About Weather here

ટેકો મોબાઇલ જમા કરાવવાથી માતૃ બાળ આરોગ્ય સેવાઓ , મમતા દિવસ કામગીરી , આઈ.એચ.આઈ.પી., વાહક જન્ય રોગ નિયંત્રણ સર્વેલન્સ, ટી.બી.સર્વેલન્સની કામગીરી, લેબોરેટરી ટેસ્ટ, ફાર્માસીસ્ટની વિવિધ કામગીરી ઉપર ગંભીર અસરો પડશે.આરોગ્ય કર્મચારીઓની વર્ષો જુની ગ્રેડ-પે સુધારવાની માંગણી સામે સરકાર દ્વારા આ અગાઉ ત્રણ ત્રણ વખત લોલીપોપ આપવામાં આવતા ગત તા.28 થી આરોગ્ય કર્મીઓ દ્વારા આરોગ્ય વિષય વિવિધ કામગીરી કરવામાં આવે છે. પરંતુ કરેલ કામગીરીનું રિપોર્ટિંગ બંધ સાથેના આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરવામાં આવેલ. સોમવારના રોજ સત્યાગ્રહ છાવણી સેકટર -6 ગાંધીનગર ખાતે મહાપ્રતીક ઉપવાસ અને ઘરણા અંગેના કાર્યક્રમ બાદ પંચાયત હેઠળના આરોગ્ય કર્મીઓ દ્વારા આગળ ની રણનીતિ નું એલાન કરવામાં આવશે. તેમ રાજકોટ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના હોદેદારો પ્રમુખ અશોકભાઇ જોષી, મહામંત્રી કલ્પેશભાઇ ડોડીયા, કનિવનર વિક્રમસિંહ ગોહિલ વગેરેએ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here