રાજકોટમાં રવિવારે ગુજરાતભરના ક્ષત્રિય અને કાઠી ક્ષત્રિય સમાજનો ભવ્ય સન્માન સમારોહ

રાજકોટમાં રવિવારે ગુજરાતભરના ક્ષત્રિય અને કાઠી ક્ષત્રિય સમાજનો ભવ્ય સન્માન સમારોહ
રાજકોટમાં રવિવારે ગુજરાતભરના ક્ષત્રિય અને કાઠી ક્ષત્રિય સમાજનો ભવ્ય સન્માન સમારોહ

શ્રી કચ્છ કાઠિયાવાડ, ગુજરાત ગરાસિયા એસોસિએશન- રાજકોટ અને રાજકોટ રાજ્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે

રાજકોટમાં આગામી રવિવારે ક્ષત્રિય અને કાઠી ક્ષત્રિય સમાજનો એક બહુ મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાનાર છે. સમાજ કે રાજકીય ક્ષેત્રના વિવિધ ક્ષેત્રમાં કામ કરતા ક્ષત્રિય અને કાઠી ક્ષત્રિય સમાજના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાથી શરૂ કરીને રાજ્ય સરકારમાં વિવિધ પદાધિકારી સ્વરુપે કાર્યરત પદાધિકારીઓનું રાજ્યના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સન્માનવામાં આવશે. રાજકોટ રાજ કચ્છ- કાઠિયાવાડ ગુજરાત ગરાસિયા પરિવારની સંસ્થા રાજકોટ રાજ્ય ફાઉન્ડેશન તથા શ્રી એસોસિએશનના સહિયારા પ્રયાસોથી રાજકોટ રાજ પરિવારના નિવાસસ્થાન રણજિત વિલાસ પેલેસ ખાતે કાર્યક્રમ યોજાશે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સહિતનાઓ સમારોહમાં ઉપસ્થિત રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ રાજ્ય ફાઉન્ડેશનના ચેરમેન માંધાતાસિંહજી જાડેજાએ જણાવ્યું કે ક્ષત્રિય સમાજ હંમેશા રાજ્ય અને રાષ્ટ્રને સમર્પિત રહ્યો છે. પરંપરા જીવંત રાખવામાં પણ ક્ષત્રિયોના બલિદાન છે. દેશનીપરંપરા, સંસ્કૃતિ, સંસ્કાર, જીવંત રાખવામાં પણ અને ભારત પર આક્રમણ કરનારાને પરાજિત કરવાનો યશ ક્ષત્રિયોને ફાળે જાય છે.
રજવાડાના સમયથી લઈને આજે લોકશાહીના આટલા વર્ષોમાં પણ ક્ષત્રિય અને કાઠી ક્ષત્રિય સમાજના લોકોએ વિવિધ ક્ષેત્રે ફરજ બજાવી છે. સેવા આપી છે. જાહેર જીવનમાં પણ એમનું અનોખું યોગદાન રહ્યું છે ત્યારે હવે એ સમય આવ્યો છે કે જુદી જુદી જગ્યાએ સેવાકીય કામ કરનાર કર્મવીરોને બિરદાવીને એમનું આપણે ઋણ અદા કરીએ. આગામી રવિવારે 9.45 થી બપોરે 1 સુધી આ કાર્યક્રમ રણજીત વિલાસ પેલેસના પટાંગણમાં યોજાશે.

રાજકોટ રાજ્ય ફાઉન્ડેશન અને કચ્છ- કાઠિયાવાડ- ગુજરાત ગરાસિયા એસોસિએશન સાથે મળીને જિલ્લા-તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતના સદસ્યો, ચૂંટાયેલા પ્રતિનિધિઓનું સન્માન કરાશે. લગભગ 700 જેટલા લોકોનું સન્માન થશે. માંધાતાસિંહજીએ ઉમેર્યું હતું કે શ્રી કચ્છ- કાઠિયાવાડ- ગુજરાત ગરાસિયા એસોસિએશનના પ્રમુખ ધ્રુવકુમારસિંહજી જાડેજાનું અમને માર્ગદર્શન મળી રહ્યું છે. સમારોહમાં રાજ્ય સરકારના મંત્રીઓ, ધારાસભ્યો, પૂર્વ મંત્રીઓ, સાસંદો પણ ઉપસ્થિત રહેશે. રાજકોટના મેયર, શહેર ભાજપ પ્રમુખ સહિતના સ્થાનિક નેતાઓ, હોદ્દેદારોને પણ નિમંત્રણ અપાયું છે. પાટીદાર સમાજના આગેવાનો મૌલેશભાઈ ઉકાણી તથા નરેશભાઈ પટેલને પણ નિમંત્રણ આપ્યું હોવાનું માંધાતાસિંહજીએ જણાવ્યું હતું.

માંધાતાસિંહજીએ વધુમાં જપાવ્યું હતું કે પંચાયતી રાજ ગુજરાતની ગરિમા છે અને એનું સંવર્ધન કરવું એ આપણું કર્તવ્ય છે. આ ઋણસ્વીકાર કાર્યક્રમમાં સન્માનાર્થીઓ અને કર્મવીરોના ઓવારણા લઈ તેમને હામ આપવા માટે, પ્રોત્સાહિત કરવા માટે અને ક્ષત્રિય સમાજની સેવા પણ અવિરતપણે ચાલુ રહે અને સમાજીવને એક નવો રાહ અને દિશા પ્રદાન કરે તેવું તેમણે આહ્વાન કર્યું છે.

Read About Weather here

સંઘ શક્તિ કલૌ યુગેની વિભાવનાને બળવત્તર બનાવવાની છે તેવું તેમણે કહ્યું છે. 861 સરપંચ, 24 જિલ્લા પંચાયત સદસ્યો, 141 તાલુકા પંચાયત સદસ્યો ઉપસ્થિત રહેશે. ગુજરાતભરમાંથી વિવિધ સ્તરે કામ કરતા પદાધિકારીઓને નિમંત્રણ અપાયું છે. રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, જામનગર, બોટાદ, પોરબંદર, ભૂજ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, છોટા ઉદેપુર, જૂનાગઠ, વડોદરા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, અરવલ્લી મળીને 861 સરપંચ, જિલ્લા પંચાયતના પ્રમુખ કે પ્રતિનિધિ 24, તાલુકા પંચાયતના પ્રતિનિધિ 141, માર્કેટિંગના ડાયરેક્ટર 70, મહાનગરપાલિકાના પ્રતિનિધિ 18, નગરપાલિકાના પ્રતિનિધિ 48 ખેતીબેન્કના પ્રતિનિધિ 7 અને અન્ય 3 કર્મવીરો એ દિવસે અહીં મહાનુભાવોના હસ્તે સન્માનનો સ્વીકાર કરશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here