રાજ મુંબઈના જુહૂમાં ફિલ્મ જોવા માટે થિયેટર આવ્યો હતો. શિલ્પા શેટ્ટીનો પતિ તથા બિઝનેસમેન રાજ કુંદ્રા ફરી એકવાર સો.મીડિયામાં ટ્રોલ થયો છે. જોકે, આ દરમિયાન તેણે બેટમેન જેવા કપડાં પહેર્યાં હતાં. તેણે પોતાનું મોં આખું છુપાવી દીધું હતું અને ગોગલ્સ પહેર્યા હતા. થિયેટરમાં રાજની એન્ટ્રી થતી હોય તે વીડિયો સો.મીડિયામાં ઘણો જ વાઇરલ થયો છે.
Visit Saurashtra Kranti Homepage here
યુઝર્સ ફરી એકવાર રાજને પોર્નોગ્રાફીના મુદ્દે ટ્રોલ કરી રહ્યા છે. યુઝર્સ કહી રહ્યા છે કે એવું કામ જ કેમ કરે છે કે તારે મોં છુપાવવું પડે.રાજ કુંદ્રા એકલો જ જોવા મળ્યો હતો. તેણે સુપરમેન જેવા કપડાં પહેર્યા હોવાથી સો.મીડિયા યુઝર્સ રાજ કુંદ્રાની મજાક ઉડાવી રહ્યા છે. રાજ કુંદ્રાને આ કપડાંમાં ઓળખવો પણ મુશ્કેલ બની ગયો હતો.
Read About Weather here
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ગયા વર્ષે 19 જુલાઈના રોજ પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જેલમાંથી બહાર આવતા સમયે રાજ કુંદ્રા એકદમ ભાવુક થઈ ગયો હતો અને તેની આંખોમાંથી આંસુ આવી ગયાં હતાં.20 સપ્ટેમ્બરે જામીન મળ્યા હતા. રાજ કુંદ્રા બીજા દિવસે એટલે કે 21 સપ્ટેમ્બરે જેલમાંથી બહાર આવ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here