ડિફેન્સ એક્સપો મોકૂફ…!

ડિફેન્સ એક્સપો મોકૂફ…!
ડિફેન્સ એક્સપો મોકૂફ…!
ગાંધીનગરમાં યોજાનારા ડિફેન્સ એક્સ્પો 2022ને લઈને તડામાર તૈયારીઓ પણ શરુ થઇ ગઇ હતી. સંરક્ષણ મંત્રાલય દ્વારા આ વર્ષે ગાંધીનગરમાં યોજાનાર ડિફેન્સ એક્સપોને લોજિસ્ટિક્સ સમસ્યાઓના કારણે મુલતવી રાખવામાં આવ્યો છે. આ ડિફેન્સ એક્સપો 10થી 14 માર્ચ સુધી યોજાવાનો હતો. હવે આ અંગે સમયાંતરે નવી તારીખ જણાવવામાં આવશે.આ એક્સ્પોમાં સંરક્ષણ મંત્રાલય દેશની સૈન્ય શક્તિ પ્રણાલીનું પ્રદર્શન કરે છે, સાથે જ અન્ય દેશો અને સંરક્ષણ સામાન બનાવતી કંપનીઓ પણ તેમાં ભાગ લે છે.

Visit Saurashtra Kranti Homepage here

આ પહેલા લખનઉમાં 5-9 ફેબ્રુઆરી 2020ના રોજ ડિફેન્સ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા દેશોએ ભાગ લીધો હતો અને 12 લાખથી વધુ લોકો તેને જોવા આવ્યા હતા. તેમાં અનેક શસ્ત્રો લોન્ચ કરવામાં આવ્યા હતા તથા ભારતીય સંરક્ષણ ઉદ્યોગો દ્વારા વિકસિત નવા ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડએ 36 કિમીની રેન્જવાળી 155 મીમીની ‘સારંગ’ ગન, 100 મીટરની રેન્જની JVPC આલ્ફા ગન, 800 મીટરની રેન્જની લાઈટ મશીન ગન અને UGBL- અંડર બેરલ ગ્રેનેડ લોન્ચર લોન્ચ કરી હતી.

Read About Weather here

આ સિવાય ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) એ એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ અમોઘા-3 લોન્ચ કરી હતી. આ પહેલા વર્ષ 2014 સુધી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ડિફેન્સ એક્સ્પોનું આયોજન કરવામાં આવતું હતું. જે પછીથી તેનું સ્થળ બદલવામાં આવી રહ્યું છે. વર્ષ 2016માં ગોવામાં, 2018માં ચેન્નાઈમાં અને પછી 2020માં લખનઉમાં આ એક્સપો યોજાયો હતો.ત્યારે આ વખતે પણ ડિફેન્સ એક્સ્પોમાં અનેક નવા આધુનિક હથિયારો જોવા મળવાની સંભાવના છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here