રશિયા પર પ્રતિબંધો જાહેર કરતા અમેરિકા અને પશ્ર્ચિમી રાષ્ટ્રો

રશિયા પર પ્રતિબંધો જાહેર કરતા અમેરિકા અને પશ્ર્ચિમી રાષ્ટ્રો
રશિયા પર પ્રતિબંધો જાહેર કરતા અમેરિકા અને પશ્ર્ચિમી રાષ્ટ્રો

વેપારી અવરજવર અને તમામ નાણાંકીય સહાય અટકાવતા જો.બાઈડન

મોસ્કોએ આક્રમણ શરૂ કરી દીધા હોવાનો પશ્ર્ચિમી જગતનો આક્ષેપ: હજુ વધુ કડક પ્રતિબંધો લાદવાની અમેરિકી પ્રમુખની ચિમકી

રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ ફાટી નીકળવાના એંધાણ વચ્ચે ગઈકાલે અપેક્ષા મુજબ અમેરિકાનાં રાષ્ટ્ર પ્રમુખ જો.બાઈડને રશિયા પર સંખ્યાબંધ વ્યાપારી અને નાણાંકીય પ્રતિબંધો લાગુ કરવાની ઘોષણા કરી હતી. અમેરિકાની સાથે- સાથે પશ્ર્ચિમી દેશોએ પણ આકરા પગલા લીધા છે અને રશિયા પર પ્રતિબંધો જાહેર કરી દીધા છે.

રશિયાને ક્યાંયથી નાણાંકીય મદદ ન મળે એ માટે અમેરિકા અને પશ્ર્ચિમી દેશોએ નિયંત્રણો લાગુ કરી દીધા છે અને એવો આક્ષેપ કર્યો છે કે, મોસ્કોએ યુક્રેન પર આક્રમણ શરૂ કરી દીધું છે. જો.બાઈડને હજુ વધુ આકરા પ્રતિબંધો લાદવાની ચેતવણી આપી છે. બાઈડને જાહેર કર્યું હતું કે, અમે રશિયા પર કરજનાં પ્રતિબંધો સહિતનાં પગલા લીધા છે હવે રશિયાની સરકારને પશ્ર્ચિમી દેશોની નાણાંકીય સહાય બંધ થઇ જશે.

Read Saurashtra Kranti E-Paper here

બાઈડને એવું પણ જાહેર કર્યું હતું કે, રશિયા પશ્ર્ચિમી જગતમાંથી નાણાં ઉઘરાવી નહીં શકે અને અમારી બજારો તથા પશ્ચિમી બજારોમાં વેપાર કરી નહીં શકે. રશિયાની સૌથી મોટી સરકારી બેંક વીઈબી અને રશિયાનાં ઉપલા વર્ગનાં કોઈ સભ્યને નાણાંકીય સહાય નહીં મળે. એ ઉપલા વર્ગનાં મહાનુભાવોએ ક્રેમલીનની નીતિઓમાંથી ગેરફાયદો ઉઠાવ્યો છે તો હવે એ લોકોએ પીડામાં પણ સહભાગી બનવું જોઈએ.

Read About Weather here

અમેરિકાની જેમ યુરોપીય સંઘે પશ્ચિમી દેશોની સાથે રહીને રશિયા પર નિયંત્રણોની જાહેરાત કરી હતી. જેથી કરીને રશિયાનાં પ્રમુખ ઉલ્લાદીમીર પુતિન પર દબાણ લાવી શકાય. બાઈડનની ઘોષણાને પગલે વિદેશોમાં રહેલી રશિયાની બેંક અને મીલીટરી બેંક બંનેની સંપતિઓ સ્થગિત કરવામાં આવશે. બાઈડને અમેરિકાથી રશિયામાં થતી નિકાસો અટકાવી નથી.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here