રાજકોટમાં પૂર્વ પ્રેમિકાનાં બીભત્સ ફોટા વાયરલ કરનાર યુવકને ટોળાનો મેથીપાક

રાજકોટમાં પૂર્વ પ્રેમિકાનાં બીભત્સ ફોટા વાયરલ કરનાર યુવકને ટોળાનો મેથીપાક
રાજકોટમાં પૂર્વ પ્રેમિકાનાં બીભત્સ ફોટા વાયરલ કરનાર યુવકને ટોળાનો મેથીપાક

મોરબી રોડ પર આવેલી એક કોલેજમાં સાથે અભ્યાસ કરતા સમયે એક યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. થોડા સમય બાદ કોઈ કારણસર યુવતીએ થોડા દિવસ પહેલા પ્રેમ સંબંધનો અંત લાવી દીધો હતો. આથી એ યુવક રોષે ભરાયો હતો અને પરાણે સંબંધ રાખવા દબાણ શરૂ કર્યું હતું.

રોષે ભરાયેલા ધરાર પ્રેમીએ પોતાની પાસે રહેલી યુવતીની અશ્ર્લીલ તસ્વીર ફરતી કરી દીધી હતી. આથી બંને વચ્ચે બોલાચાલી પણ થઇ હતી. મંગળવારે સાંજે આ મામલામાં નવો વળાંક આવ્યો હતો.

Read Saurashtra Kranti E-Paper here

યુવતી દ્વારકાધીશ હોટલ પાસે હતી ત્યારે એ યુવક સ્કુટર લઈને ત્યાં ધસી ગયો હતો અને ફરી સંબંધ રાખવા દબાણ કરવા લાગ્યો હતો. એટલું જ નહીં યુવતીને બળજબરીથી ખેંચીને સ્કુટરની પાછળ બેસાડવાના ધમપછાડા શરૂ કર્યા હતા.

Read About Weather here

જાહેરમાં કોઈ યુવતી સાથે છેડતી થઇ રહ્યાનું જોઇને જોતજોતામાં લોકોનાં ટોળા એકઠા થઇ ગયા હતા અને યુવકની જબરી ધોલાઈ કરી નાખી હતી. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ દોડી ગઈ હતી. યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here