બી-ડિવિઝન પોલીસે દંપતીની ધરપકડ કરી હતી. મહેસાણાના નાગલપુરના રોહિત વાસમાં દીકરી સાથે સંબંધ રાખવા બાબતે મહિલાએ યુવક ઉપર ડોલમાં ભરેલો એસિડ ફેંક્યો હતો. એસિડથી યુવકનો ગળા તેમજ મોઢાનો ભાગ દાઝી જતાં સિવિલમાં દાખલ કરાયો હતો. નાગલપુરના રોહિતવાસમાં રહેતો શશિકાંત જયંતીભાઈ ચાવડા (25) ઘરે હતો, તે સમયે પાડોશમાં રહેતા અશોક મણિલાલ ચાવડા અને તેની પત્ની ઉર્મિલાબેન શશિકાંતને અપશબ્દો બોલતાં હોઇ કેમ અપશબ્દો બોલો છો
Visit Saurashtra Kranti Homepage here
તેમ કહેતાં તું મારી દીકરી સાથે કેમ સંબંધ રાખે છે, એમ કહી અશોક ચાવડાએ યુવકને ગડદાપાટુનો માર માર્યો હતો. જ્યારે ઉર્મિલાબેન ઘરમાંથી ડોલમાં એસિડ જેવું પ્રવાહી લઈ શશિકાંત ઉપર ફેંકવા જતા હતા એ સમયે ભાગવા જતાં શશિકાંતના ખભા, ગળા અને મોઢાના ભાગે એસિડના છાંટા પડ્યા હતા, આથી તેને સિવિલમાં દાખલ કરાયો હતો.
Read About Weather here
પીઆઈ એન.એસ. ઘેટિયાએ કહ્યું હતું કે આરોપી દંપતીની રવિવારે ધરપકડ કરી સોમવારે કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં મોકવાનો આદેશ કર્યો હતો.આ બનાવ અંગે શશિકાંતે બી-ડિવિઝન પોલીસ મથકમાં અશોક મણિલાલ ચાવડા અને તેની પત્ની ઉર્મિલાબેન સામે ફરિયાદ આપતાં પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here