ક્લાર્કનું કૌભાંડ…!

ક્લાર્કનું કૌભાંડ...!
ક્લાર્કનું કૌભાંડ...!
વડોદરા એસટી ડિવિઝનના સિક્યોરિટી વિભાગ દ્વારા સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવતાં ક્લાર્કને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી તેની છોટાઉદેપુર ખાતે બદલી કરવામાં આવી છે. વડોદરા એસટી ડિવિઝનના મકરપુરા ડેપો ખાતે ફરજ બજાવતા રશ્મિકાંત રાઠવા દ્વારા મુસાફર પાસના પૈસા એસટી વિભાગમાં જમા કરાવવાની બદલે પોતે લઈ લેતા હોવાનું અને એચડી સ્ટેશનરી પર કોમ્પ્યુટરમાં છેડછાડ કરી બોગસ પાસ ઇસ્યુ કરતા હોવાનું બહાર આવતા એચડી વિભાગમાં હડકંપ મચ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

જ્યારે વાસ્તવમાં કેટલા લાખનું કૌભાંડ છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.વાઘોડિયાથી વડોદરા ટ્રાન્સફર થયેલા રશ્મિકાંત રાઠવાને પાસ કાઢવાની જવાબદારી 22 મહિનાથી સોંપવામાં આવી હતી. તપાસમાં કેટલીક એન્ટ્રી કરવાની બાકી હોવાનું જણાતાં ઝીણવટ ભરી તપાસ કરતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.પ્રાથમિક તબક્કે રશ્મિકાંત મહિને 10થી 15 હજાર રૂપિયા જમા નહીં કરાવી બોગસ પાસ કાઢ્યા હોવાનું સ્વીકાર્યું હતું અને બે મહિનાથી કૌભાંડ આચરતો હોવાનું પણ સ્વીકાર્યું હતું.

બે મહિનાથી 10 હજાર રૂપિયા લેખે 21 હજાર જમા કરાયા હોવાનું સિક્યુરિટી વિભાગ દ્વારા જણાવાયું હતું. આ સમગ્ર પ્રકરણમાં કોઈ પોલીસ ફરિયાદ હજુ સુધી કરવામાં આવી નથી.વડોદરા એસટી વિભાગના જણાવ્યા મુજબ રોજના 32 પાસ મકરપુરાથી નીકળે છે, જેની આવક રોજ 32 હજાર જેટલી થાય છે. કૌભાંડીક્લાર્કની ફરજ દરમિયાન રોજના અંદાજે 20 પાસ નીકળતા હતા, જેની આવક 20300 જેટલી રોજ નોંધાતી હતી. એક સપ્તાહથી રોજના અંદાજે 10 હજાર ઉપરાંતની આવક વધી છે.

હાલના તબક્કે ખાતાકીય તપાસ ચાલી રહી છે. કૌભાંડ એક વ્યક્તિથી થાય તેવું માનવું પણ યોગ્ય નથી. અમદાવાદથી સોફ્ટવેર બનાવનાર કંપનીના કર્મચારીઓને ડેટા એનાલિસિસ કરવા તેમજ પરત આવેલા કાઉન્ટર પાસનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ખાતાકીય તપાસ પૂર્ણ થતાં પોલીસ ફરિયાદ કરવી કે નહિ તે અંગે નિર્ણય લેવાશે.- એસપી માત્રોજા, વિભાગીય નિયામક વડોદરાએસટી વિભાગ દ્વારા એસટીના નિયમ મુજબ દર મહિને ઓડિટ કરવામાં આવતું હોત તો આ કૌભાંડ ના થયું હોત.

છેલ્લા કેટલાય સમયથી એસટીમાં રેગ્યુલર ઓડિટ થતું નથી. – આર.પી.પુવાર, ડિવિઝનલ સિક્યુરિટી અધિકારીસિક્યોરિટી વિભાગ દ્વારા જણાવ્યા મુજબ ક્લાર્ક રશ્મિકાંત એક મુસાફર પાસ નજીકના ડેપોનો કાઢતો હતો. તે પાસના પૈસા જમા કરાવતો હતો. આ ઓનલાઇન પાસની કોપી કોમ્પ્યુટરના ડેસ્કટોપ પર લઇ દૂરના શહેરના પાસ કરાવવા આવનાર મુસાફરને ડેસ્કટોપ પર લીધેલા પાસમાં બદલાવ કરી પ્રિન્ટ કાઢી આપી દેતો હતો.

Read About Weather here

કર્મચારી 22 મહિનાથી કામગીરી કરતો હતો તે જોતા તફાવતની રકમ 48 લાખ જેટલી થાય પરંતુ એસટી દ્વારા કર્મચારી માત્ર બે મહિનાથી ખોટું કરતો હોવાનું જણાવી 21 હજારનું કૌભાંડ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.ઓરિજિનલ પાસ સેવ કરતો ન હોવાથી ડિલીટ કરાતું નથી, જેથી કોઈ અધિકારીને આ વિશે ગંધ ન આવે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here