લદાખમાં ચીની દળોની ફરી ઘુસણખોરી, ગોપાલકોને ડરાવ્યા

લદાખમાં ચીની દળોની ફરી ઘુસણખોરી, ગોપાલકોને ડરાવ્યા
લદાખમાં ચીની દળોની ફરી ઘુસણખોરી, ગોપાલકોને ડરાવ્યા

ચીનીલાલ સેનાનાં સૈનિકોએ ભારતીય સીમામાં ઘુસી ઢોર ચરાવતા ગોવાળોને હાંકી કાઢ્યા: ચીની સેનાની અવળચંડાઈનો 45 સેકંડનો વીડિયો જાહેર
ગત 28 જાન્યુઆરીનાં રોજ ભારતીય સીમાની અંદર ઘુસી ઢોર ચરાવવા મનાઈ કરી હોવાનો સ્થાનિક અધિકારીનું કથન

ભારતીય સરહદો પર અને ખાસ કરીને લદાખ સરહદે ચીનનાં લશ્કરી દળો દ્વારા અવારનવાર ઘુસણખોરી તથા ઉશ્કેરણીનાં બનાવ બનતા રહે છે. આવી જ એક ઘટના ગત 28 જાન્યુઆરીનાં બની હોવાનું લદાખનાં સ્થાનિક અધિકારીએ જાહેર કર્યું હતું. આ અધિકારીઓએ ચીની સેનાની કૃત્યની વિગતો આપતા જણાવ્યું હતું કે, ગયા મહિનાનાં એન્ડમાં ચીનની સેનાનાં સૈનિકોની એક ટુકડી ભારતીય પ્રદેશમાં ઘુસી આવી હતી અને આપણા વિસ્તારમાં ઢોર ચરાવી રહેલા ગોવાળોને ડરાવીને ભગાડી મુક્યા હતા અને ઢોરને અહીં નહીં ચરાવવાનું ફરમાન કરતા ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

લદાખનાં નિયોમાન વિસ્તારમાં સ્થાનિક અધિકારી ઉર્ગેનનાં જણાવ્યા મુજબ ચીનીદળોએ આપણા પ્રદેશમાં ઘુસી આપણા વિસ્તારમાંથી ગોવાળોને એમના ઢોર સાથે ડરાવીને હાંકી કાઢ્યા હતા. આ મહિલા અધિકારીએ 45 સેકંડનો વિડીયો પણ જાહેર કર્યો છે.જો કે સંરક્ષણ વિભાગનાં સુત્રોએ એવો ખુલાસો કર્યો છે કે આ વિડીયો જુનો છે. ઉનાળામાં બનાવેલો વિડીયો છે કેમકે કોઈ બરફ દેખાતો નથી. આ અંગે આ મહિલા અધિકારી જે અગાઉ ભાજપની પાલિકા સભ્ય પણ હતી. એમણે જણાવ્યું હતું કે, મેં જે જોયું એ ટ્વીટ કર્યું છે.

Read About Weather here

28 જાન્યુઆરીનાં રોજ ચીનની લાલસેનાનાં સૈનિકો આપણી સરહદમાં ઘુસી આવ્યા હતા અને ઢોર ચરાવવાની મનાઈ કરી ઢોર સહિત ગોવાળોને હાંકી કાઢ્યા હતા. આ અંગે આપણા સલામતી દળોએ કોઈ પગલા લીધા નથી. એ પહેલાની એક ઘટના 26 મી જાન્યુઆરીની છે. એ સમયે એક સ્થાનિક રહેવાસીએ પોતાના 17 પહાડી બકરાં પાછા લાવવા માટે એલએસઈ ઓળંગીને સામે તરફ જવું પડ્યું હતું. તે ભરવાડ બકરા પાછા લઈને પરત ફરી રહ્યો હતો ત્યારે ભારતીય સેનાની ટુકડીએ તેને અટકાવવો હતો અને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. લશ્કરી સુત્રોએ એ વાત સ્વીકારી હતી કે આવા એક ગોવાળની ધરપકડ કરાઈ હતી પણ તેની પાસે બકરાં જોવા મળ્યા ન હતા.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here