ખુશ ખબર… માર્ચ સુધીમાં કોરોનાની ત્રીજી લહેરનો અંત

ખુશ ખબર… માર્ચ સુધીમાં કોરોનાની ત્રીજી લહેરનો અંત
ખુશ ખબર… માર્ચ સુધીમાં કોરોનાની ત્રીજી લહેરનો અંત

પુણેના વિખ્યાત તબીબી નિષ્ણાંતની આગાહીથી લોકોને રાહત; ફ્રેબ્રુઆરીના અંત સુધીમાં દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ર્ચિમ બંગાળમાં કેસો સાવ ઘટી જશે

કોરોનાની ત્રીજી લહેરને પગલે લોકોમાં ફેલાયેલી ચિંતાના વાદળ હટી જાય એવી આગાહી થઇ છે. પુણેની ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રીસર્ચના એડિશનલ ડિરેકટર જનરલ ડો.સમિરન પાંડાએ એવું સ્પષ્ટ મંતવ્ય વ્યકત કર્યુ છે કે, કોરોનાની ત્રીજી લ્હેર માર્ચના પ્રારંભ સુધીમાં ખતમ થઇ જવાની શકયતા છે. મહારાષ્ટ્ર, દિલ્હી અને પશ્ર્ચિમ બંગાળ જેવા રાજયમાં ફ્રેબ્રુઆરીના અંત સુધીમાં કેસો સાવ ઓછા થઇ જવાની અથવા તો ત્રીજી લહેર પુરી થઇ જવાની સંભાવના છે.

Visit Saurashtra Kranti Homepage here

ડો. પાંડાએ જણાવ્યું હતું કે, દેશમાં નોંધાઇ રહેલા કોરોનાના નવા કેસોમાં પણ માર્ચ સુધીમાં એકદમ ઘટાડો થઇ જવાની શકયતા છે. બીજા એક નિષ્ણાંત તબીબ અને ચેપી રોગના નિષ્ણાંત ડો. ચંદ્રકાંત લહેરીયાએ જણાવ્યું હતું કે, આગામી 3 થી 4 સપ્તાહમાં ત્રીજા વેવનો અંત આવી જવાની સંભાવના છે. છેલ્લા કેટલાક સમયથી 90% ઓમિક્રોન વાઇરસ કેસ અને 10% ડેલ્ટા કેસ જોવા મળ્યા છે. વિશ્ર્વભરમાં કેસોમાં વઘઘટ થઇ રહી છે અને મોટા ભાગે ઘટાડાનું વલણ જોવા મળી રહયું છે.

મેડિકલ કાઉન્સીલ અને ઇમ્પીરીયલ કોલેજ લંડનના નિષ્ણાંતો માને છે કે, માર્ચના મધ્ય સુધીમાં તો ભારતમાં કોરોના મહામારી એક રોગચાળો બનીને રહી જશે. ભવિષ્યમાં જો મહામારીના કોઇ નવા રૂપ જોવા ન મળે તો મહામારી બિલકુલ કાબુમાં આવી જશે. મહામારી તરફથી રોગચાળા તરફનું પરિવર્તન અત્યારે જોવા મળી રહયું છે. જે રાજયોમાં સૌથી વધુ કેસો જાન્યુઆરી દરમ્યાન નોંધાયા હતા ત્યાં પણ નવા કેસોમાં એકદમ ઘટાડો જોવા મળી રહયો છે. એટલે ફ્રેબ્રુઆરીના અંત સુધીમાં ઉછાળો એકદમ નિયંત્રણમાં આવી જવાની શકયતા છે.

Visit Saurashtra Kranti Homepage here

કેન્દ્રના આરોગ્ય ખાતાના ડેટા મુજબ સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસોમાં જોરદાર ઘટાડો નોંધાયો છે. દેશના 34 રાજયોમાં ઘટાડાનું વલણ જોવા મળી રહયું છે. આજે પણ કેસની સંખ્યા 1 લાખ જેવી રહી છે. પણ મૃત્યુ આંક 1 હજારની ઉપર રહયો છે. નવા કેસો છેલ્લા 48 કલાકમાં જ 2 લાખથી સપાટીમાંથી ઉતરીને 1 લાખની સપાટી પર આવી ગયા છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here