શિક્ષણના ધામમાં દારૂની મહેફિલ

શિક્ષણના ધામમાં દારૂની મહેફિલ
શિક્ષણના ધામમાં દારૂની મહેફિલ
શિક્ષક જે રૂમમાં પાર્ટી કરી રહ્યો છે ત્યાં ટેબલ પર જ્ઞાનની આરાધ્ય દેવી સરસ્વતીની તસવીર છે. મધ્યપ્રદેશના શાજાપુરના સુંદરસીમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. જ્યાં શિક્ષણ ધામમાં એક શિક્ષક તેના મિત્રો સાથે દારૂ અને કબાબની પાર્ટી માણી રહ્યો છે.  આવી સ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન એ છે

Visit Saurashtra Kranti Homepage here

કે આવા શિક્ષણના મંદિરમાં બાળકો શું શિક્ષણ લેશે અને આવા ગુરુ બાળકોને કેવું શિક્ષણ આપશે?શાજાપુરના સુદરસીની એક સરકારી પ્રાથમિક શાળામાં જ્યાં કોરોનાને કારણે બાળકો શાળાએ આવતાં નથી અને તેનો લાભ શિક્ષક ભગવાનસિંહે લીધો અને તેમના મિત્રોની સાથે મળીને શિક્ષણના મંદિરમાં કબાબ બનાવીને દારૂની મહેફિલ માણી હતી.

Read About Weather here

ગામલોકોને આ વાતની જાણ થતાં તેમણે શિક્ષકનો વીડિયો બનાવ્યો હતો. ગ્રામજનોએ આ વીડિયોને સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો.આ વીડિયો બે દિવસ જૂનો છે અને જ્યારે આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી અભિલાષ ચતુર્વેદી સાથે વાત કરી તો તેમણે પણ સ્વીકાર્યું હતું કે આ બાબત મારા ધ્યાન પર આવી છે અને તપાસ બાદ દોષિત શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here