રાજકોટના પોલીસ કમીશનર મવાલીની જેમ ડુબેલા નાણા ટકાવારીથી વસુલવાનું કામ કરી રહ્યા છે: ધારાસભ્ય ગોવિંદ પટેલનો સનસનાટી ભર્યો આક્ષેપ

રાજકોટના પોલીસ કમીશનર મવાલીની જેમ ડુબેલા નાણા ટકાવારીથી વસુલવાનું કામ કરી રહ્યા છે: ધારાસભ્ય ગોવિંદ પટેલનો સનસનાટી ભર્યો આક્ષેપ
રાજકોટના પોલીસ કમીશનર મવાલીની જેમ ડુબેલા નાણા ટકાવારીથી વસુલવાનું કામ કરી રહ્યા છે: ધારાસભ્ય ગોવિંદ પટેલનો સનસનાટી ભર્યો આક્ષેપ

તાજેતરના ઉઘરાણીના એક કિસ્સામાં કમીશનરને પીઆઇ મારફત 75 લાખ રૂપીયા મળી ગયાનો ધડાકો કરતા ભાજપના ધારાસભ્ય:  ગૃહરાજ્યમંત્રી સમક્ષ સિલસિલાબંધ રજુઆત કરતા પોલીસ બેડામાં ભુંકપ

રાજકોટ શહેરના પોલીસ કમિશનર ડૂબેલા નાણા ટકાવારીથી વસુલવાનુંપણ કામ કરે છે. તેણે એક કિસ્સામાં 15 કરોડની ઠગાઇનો ભોગ બનેલા ફરિયાદીની એફઆઇઆર ન ફાડી તેની ઉઘરાણીનો હવાલો રાખી જે નાણાની ઉઘરાણી આવે તેમાંથી 15 ટકા હિસ્સો માંગી આ રકમ પીઆઇ મારફત રૂા. 75 લાખ જેવી ઉઘરાવી લીધા બાદ વધુ 30 લાખની ઉઘરાણી માટે પીઆઇ ફોન કરી રહ્યા હોવાનો ખળભળાટ મચાવતો પત્ર રાજકોટના ધારસભ્ય ગોવિંદભાઇ પટેલે ગૃહમંત્રી હર્ષ સંઘવીને લખ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

આ પત્રની અક્ષરશ: વિગત અહિ પ્રસ્તુત છે.

આ.શ્રી હર્ષભાઈ,

સાદર નમસ્કાર,

સવિનય જણાવવાનું કે રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રીની કામગીરીથી આપને મેં વાકેફ કરેલ છે તેઓશ્રી કોઈ મવાલી ગુંડા લોકો જે રીતે કોઈની ઉઘરાણી લેણી નીકળતી હોય અને સામેની પાર્ટી પૈસા ન આપતી હોય તેવા સંજોગોમાં પૈસાની ઉઘરાણી કરવાના હવાલા પણ સંભાળી રહ્યા છે જેના ઘણા કિસ્સાઓ રાજકોટમાં બનેલ છે પરંતુ એક કિસ્સામાં આપને લેખિત ફરિયાદ રાજકોટના શ્રી મહેશભાઈ સખીયાએ કરેલ છે તેમની સાથે આઠેક માસ પહેલા આશરે 15 કરોડનું ચીટીંગ થયેલ જે અંગેની એફ.આઈ.આર. નહિ ફાડીને મહેશભાઈ પાસેથી ઉઘરાણીનાજે પૈસા આવે તેમાંથી 15 ટકા લેખે હિસ્સો માંગેલ અને તે પ્રમાણે ક્રાઇમબ્રાંચે કાર્યવાહી કરીને સાતેક કરોડની વસુલાત કરેલ જે પૈકી 75 લાખ રૂપિયા કમિશનરશ્રીએ તેના પી.આઈ. મારફતે વાસુલેલ અને બાકીની 30 લાખની ઉઘરાણી જે તે પી.આઈ. ફોનથી કરી રહ્યા હતા

જે રકમ આવેલ નથી અને ત્યાર બાદ આપના પાસે ફરિયાદ થતા એફ.આઈ.આર. દાખલ થયેલ અને બે આરોપીને પકડેલ પણ ખરા, એક આરોપી ભાગતો ફરે છે જેને આજ રકમમાંથી એક ફલેટ લીધેલ છે. આમ પોલીસ કમિશનરશ્રી આવા ડૂબેલા નાણા ટકાવારીથી વસુલવાનું પણ કામ કરે છે જે આપની જાણ માટે. આ અંગેની આપને આપેલ ફરિયાદ પછી અને એફ.આઈ.આર ફાડ્યા પછી બાકીની 8 કરોડની ઉઘરાણીની એક પાઈ પણ આવતી નથી તેમજ તેમને લીધેલ 75 લાખની રકમ પરત મળે જે અંગે આપ કાયદાની મર્યાદામાં પગલા ભરો તેવી વિનંતી સહ.

Read About Weather here

 આપનો

ગોવિંદ પટેલ.

પ્રતિ,

શ્રી હર્ષભાઈ સંઘવી,

 માં.મંત્રીશ્રી ગૃહ વિભાગ,

 ગુજરાત સરકાર,

ગાંધીનગર.

રાજકોટના પોલીસ કમીશનર મવાલીની જેમ ડુબેલા નાણા ટકાવારીથી વસુલવાનું કામ કરી રહ્યા છે: ધારાસભ્ય ગોવિંદ પટેલનો સનસનાટી ભર્યો આક્ષેપ પોલીસ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here