આપણી ભૂમિ ખુંચવતા ચીન સામે વડાપ્રધાન કેમ લાલ આંખ કરતા નથી?: કોંગ્રેસ

આપણી ભૂમિ ખુંચવતા ચીન સામે વડાપ્રધાન કેમ લાલ આંખ કરતા નથી?: કોંગ્રેસ
આપણી ભૂમિ ખુંચવતા ચીન સામે વડાપ્રધાન કેમ લાલ આંખ કરતા નથી?: કોંગ્રેસ

રાજયસભામાં રાષ્ટ્રપતિ સંભાષણ પર આભાર પ્રસ્તાવની ચર્ચામાં ગરમાવો
રાજય સભા વિપક્ષના નેતા મલિકાર્જુન ખડગેનાં મોદી સરકાર પર આકરા પ્રહારો

ચિન સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેમ લાલ આંખ કરતા નથી. એવો આકરો સવાલ પુંછતા રાજયસભામાં વિપક્ષના નેતા મલિકાર્જુન ખડગેએ મોદી સરકાર પર આકરા સવાલ કર્યા હતા. ખડગેએ ટકોર કરી હતી કે, ચીન આપણી જમીન દબાવી રહયું છે અને મકાનો બાંધી રહયું છે. પણ વડાપ્રધાન કશું બોલતા નથી. ચીન વિશે કોઇ વાત કરતા જ નથી અને મૌન જાળવી રાખે છે. હવે આપણી આંખ કેમ લાલ થતી નથી.? ચીન સામે કેમ લાલ આંખ કરતા નથી?

Visit Saurashtra Kranti Homepage here

રાજયસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણના આભાર પ્રસ્તાવની ચર્ચામાં બોલતા ખડગેએ લગભગ એકાદ કલાક ભાષણ કર્યુ ત્યારે પુરેપુરો સમય વડાપ્રધાન મોદી ગૃહમાં બેઠા હતા. ખડગેનું વકત્વય પુરૂ થયા બાદ મોદી ગૃહ છોડી ચાલ્યા ગયા હતા. ચીનના આક્રમક વલણનો ઉલ્લેખ કરતા ખડગેએ જણાવ્યું હતું કે, ચીન પ્રત્યે આપનો પ્રેમ સમજી શકાય છે. કેમ કે, ચીનથી આયાત થતા માલ સમાનના પ્રમાણમાં ચાર ગણો વધારો થયો છે.

વિપક્ષી નેતાએ તીખી ટકોર કરી હતી કે, રાષ્ટ્રપતિનું અભિભાષણ એ સરકારની નીતિનો દસ્તાવેજ હોય છે પરંતુ આ વખતના સંભાષણમાં કોઇ નીતિ નથી કે કોઇ વિઝન પણ નથી. આપ એવું કહો છો કે, પાછલા 70 વર્ષમાં કશું થયું નથી. જો કશું થયું ન હોય તો આપ અત્યારે જીવીત ન હોત અને અત્યારે આપ શાસન ન કરતા હોત.

2014માં સરકારે વચન આપ્યું હતું કે, દર વર્ષે 2 કરોડ નવી નોકરી અપાશે. અત્યાર સુધીમાં 15 કરોડ નોકરી અપાઇ ગઇ હશે. એવું માનીને ચાલીએ તો પણ સરકારે કહેવું જોઇએ કે, કેટલી નવી નોકરી આપી છે. હકીકત એ છે કે, અત્યારે 2 કરોડથી વધુ યુવાનો બેકાર છે. ભારત સરકારમાં 9 લાખ જગ્યાઓ ખાલી પડી છે. રેલ્વેમાં 15%, ગૃહમાં 12% અને સંરક્ષણ વિભાગમાં 40% જગ્યાઓ ખાલી છે.

Read About Weather here

સરકારની નીતિઓ પર પ્રહાર કરતા ખડગેએ એવો આક્ષેપ કર્યો હતો કે, લઘુ અને સુક્ષમ ઉદ્યોગ સેકટરનાં 60% યુનિટ બંધ પડયા છે. મનરેગાની જયારે વાત થતી ત્યારે આ સરકાર એવું કહેતી કે આપણા દેશની નિષ્ફળ યોજનાઓ પૈકીની એક મનરેગા છે. આવું કહેનારી આ સરકારે જ આ વર્ષે બજેટમાં મનરેગા માટેની ફાળવણી ઘટાડી નાખી છે. કોવિડ દરમ્યાન 150 દિવસની રોજગારીનું વચન અપાયું હતું તેની સામે 7 કરોડ બેરોજગારોને માત્ર 20 દિવસનું કામ અપાઇ રહયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here