શિક્ષણ માટે બજેટમાં ફાળવાયેલી મોટા ભાગની રકમ વણવપરાયેલી

શિક્ષણ માટે બજેટમાં ફાળવાયેલી મોટા ભાગની રકમ વણવપરાયેલી
શિક્ષણ માટે બજેટમાં ફાળવાયેલી મોટા ભાગની રકમ વણવપરાયેલી

‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજનામાં 58% ખર્ચ માત્ર પ્રચાર પ્રસાર પાછળ કરાયો: સંસદમાં સભ્યોના પ્રશ્ર્નોનો જવાબમાં સરકાર દ્વારા અપાતી ચોકાવનારી માહિતી

વર્તમાન સરકારના ગયા વર્ષના બજેટમાં શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં બજેટની રકમ પુરેપુરી વપરાઇ ન હોવાની હકીકતો બહાર આવી છે. અલગ-અલગ સેકટર માટે ફાળવવામાં આવતી રકમમાંથી કેટલી રકમ ખર્ચાઇ છે એ અંગેના સભ્યોના સવાલોના જવાબમાં એવી માહિતી મળી હતી કે, શિક્ષણ ક્ષેત્ર માટેની બજેટની ફાળવણીની રકમમાંથી 60 થી 70% રકમનો જ ઉપયોગ થયો છે. એવું જ બેટી બચાવો, બેટી પઢાવો યોજનામાં થયું છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજયસભામાં એક સભ્યના પ્રશ્ર્નના જવાબમાં શિક્ષણમંત્રાલય દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો હતો કે, બજેટમાં થતી વાર્ષીક ફાળવણીમાંથી ધણીબધી રકમ વણવપરાયેલી રહે છે. આ વર્ષે પણ એવું થયું છે. 2021-22ના બજેટમાં શિક્ષણ ક્ષેત્ર માટે રૂ.93224 કરોડ જેવી જંગી રકમની ફાળવણી થઇ હતી. પણ અત્યાર સુધીમાં રૂ.56567 કરોડ જેટલી રકમ વપરાઇ હોવાનો અંદાજ છે. અને બીજા એક અલગ પ્રશ્ર્નના જવાબમાં સરકારે માહિતી આપી હતી કે, કેન્દ્રીય યુનિવર્સિટીઓ તેમજ ઉચ્ચતર શિક્ષણ માટે કેન્દ્ર તરફથી અપાતી નાણાકીય 7143 કરોડ વણવપરાયેલા પડયા છે.

Read About Weather here

પાછલા 3 વર્ષમાં આ સૌથી મોટો આંકડો રહયો છે. યુનિવર્સિટીમાં મંજુર થયેલા ફેકલ્ટીના 19349 હોદ્ાઓ સામે માત્ર 6535 હોદ્ાઓ પર ભરતી કરવામાં આવી છે. દિલ્હી યુનિવર્સિટીમાં સૌથી વધુ 859 હોદ્ા ખાલી પડયા છે. અલ્હાબાદ યુનિર્સિટીમાં 1611, બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં 499 અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં 359 ફેકલ્ટી હોદ્ા ખાલી પડયા છે ત્યાં ભરતી કરવામાં આવી નથી. દેશના ઉચ્ચતર શિક્ષણ અભિયાન, સમાજ વિજ્ઞાન સંશોધન માટે ફાળવવામાં આવતી રકમ પૈકીની નોંધપાત્ર રકમ વાપરવામાં જ આવી નથી. દરેક સેકટરમાં આપણી સિધ્ધ જોવા મળી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here