હું ભાગલા પાડનાર નહીં પણ અમેરિકાને એક રાખનાર રાષ્ટ્રપતિ બનીશ: જો બાઈડેન

અમેરિકાની ચૂંટણીમાં જીત મેળવનાર ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર અને અમેરિકાના ભાવિ પ્રમુખ જો બાઈડેને ચૂંટણી જિત્યા બાદૃ દૃેશવાસીઓને સંબોધન કર્યુ હતુ. બાઈડને લોકોને કહૃાુ હતુ કે, હું એવો રાષ્ટ્રપતિ બનવા માટે સંકલ્પ લઉં છું જે લોકોમાં ભાગલા પડાવવાનુ નહીં પણ લોકોને એક કરવાનુ કામ કરશે.હું રાષ્ટ્રપતિ તરીકે ડેમોક્રેટિક પાર્ટીના શાસનવાળા રાજ્યો અને રિપબ્લિકન પાર્ટીના શાસનવાળા રાજ્યોમાં ભેદભાવ નહીં કરુ.

ઉલટાનુ અમેરિકાને એક નજરથી જોઈશ.હાલમાં અમેરિકાના ઘા રુઝવવાનો સમય છે. તેમણે કહૃાુ હતુ કે, અમેરિકાના લોકોએ એક બહુ સ્પષ્ટ જીત અપાવી છે.આ જીત લોકો માટે છે.આપણે અમેરિકાના ઈતિહાસમાં રાષ્ટ્રપતિ પદ માટે સૌથી વધારે મત મેળવીને જીત્યા છે. ૭.૪ કરોડ લોકોના મત મેળવનાર બાઈડેને કહૃાુ હતુ કે, હું અમેરિકાને એક રાખવાની પ્રતિજ્ઞા લઉં છું.હું અમેરિકાને યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા તરીકે જ જોઈશ.

તમારામાંથી જેમણે પણ રાષ્ટ્રપતિ ટ્રમ્પને મત આપ્યો છે તેમની નિરાશા હું સમજી શકું છું.આપણે હવે એક બીજાને તક આપીએ.આપણે ગુસ્સો ઓછો કરીએ અને એક બીજાને સાંભળીએ.મને ગર્વ છે કે, દુનિયાની સૌથી જુની લોકશાહીની વિવિધતા જોવા મળી છે.જેના દમ પર આ જીત મળી છે.અમેરિકાના તમામ પ્રકારના નાગરિકોતનુ સમર્થન મળ્યુ છે.