યુપીમાં વધુ એક અધિકારીના નિવાસેથી મળ્યો ખજાનો, 6 કરોડ જપ્ત

યુપીમાં વધુ એક અધિકારીના નિવાસેથી મળ્યો ખજાનો, 6 કરોડ જપ્ત
યુપીમાં વધુ એક અધિકારીના નિવાસેથી મળ્યો ખજાનો, 6 કરોડ જપ્ત

કેટલી રકમ ઝડપાઇ છે એ અંગે હજુ સત્તાવાર જાહેરાત બાકી: સર્વેની કામગીરી દરમ્યાન વારાણસી અને જૌનપુરમાંથી રીતસર રોકડનો ખજાનો હાથ લાગતા ખળભળાટ

ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓ પહેલા આવકવેરા વિભાગને પરફયુમના વેપારીની જેમ બીજા એક સ્થળેથી જંગી રોકડનો ખજાનો હાથ લાગ્યો છે. વારાણસી અને જૌનપુર ખાતે એક પૂર્વ આઇપીએસ અધિકારીના આવાસો અને કચેરી દરફતર પર આવકવેરા ખાતાના દરોડા સેંકડો કરોડ રૂપીયાની રોકડનો જંગી દલ્લો હાથ લાગ્યો હોવાની ઇન્કમટેક્ષના સુત્રોએ જણાવ્યું હતું. કેટલી જંગી રકમ પકડાઇ છે તેનો સત્તવાર આંકડો હજુ જાહેર કરવામાં આવ્યો નથી. પકડાયેલી નોટોના દલ્લામાં રૂ.2000 અને રૂ.500 વાડી જ નોટી હોવાનું જાહેર થયું છે.

Visit Saurashtra Kranti Homepage here

આવકવેરા ખાતાએ હજુ ચોક્કસ આંકડા વિશે સત્તાવાર નિવેદન આપ્યું નથી. પણ એવું કહેવાય છે કે, પૂર્વ પોલીસ અધિકારીના નિવાસોમાંથી પકડાયેલી બિનહિસાબી રોકડનો આંકડો સેંકડો કરોડ હોય શકે છે. આ અધિકારી અખીલેશ યાદવની સમાજવાદી પાર્ટી સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. વારણસીહ અને જૌનપુરમાં 10 સ્થળે આવકવેરા વિભાગની ટુકડીઓ ત્રાટકી હતી. સૌપ્રથમ નોયડા ખાતે સેકટર 50માં આવેલા પૂર્વ પોલીસ અધિકારીના નિવાસે સર્ચ કરવામાં આવ્યું હતું. ત્યાંથી જંગી રકમનું પગેરૂ મળ્યું હતું. આ અધિકારી નોયડામાં ઇમારતના ભોઇતરીયે ઓફિસ રાખીને પેઠી ચલાવતા હતા. ભોયતરીયામાં પણ કરોડો રૂપીયાની રોકડ રાખવામાં આવી હતી.

માહિતગાર સુત્રોએ ધડાકો કર્યો હતો કે, બિલ્ડીંગના બેજમેન્ટની ઓફિસમાં 650 લોકર મળી આવ્યા હતા. રવિવારે અને સોમવારે સતત દરોડા અને સર્ચની કાર્યવાહી ચાલુ રહી હતી. સંખ્યાબંધ જવેરીઓના નિવાસ સ્થાનો ઉપર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. હવાલા કાંડમાં કેટલાક જવેરીઓની સંડોવણીની શંકાને આધારે આ બન્ને શહેરોમાં કેટલાક ટોચના જવેરીઓને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. રોકડ રકમનો ઉપયોગ ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના પ્રચાર માટે થઇ રહયો હતો એવું બહાર આવ્યું છે. કેટલાક ઉમેદવારોને નાણા પહોંચાડવાના હતા. એવું આઇટી સુત્રોએ જણાવ્યું હતું.

Read About Weather here

મોડેથી સત્તાવાર રીતે એવું જાહેર કરાયું હતું કે, નોઇડામાં પૂર્વ પોલીસ અધિકારીના નિવાસ અને ઓફિસમાંથી અંદાજે 6 કરોડ જેવી રોકડ રકમ મળી આવી હતી. આ અધિકારીનું નામ આર.એન.સિંઘ હોવાનું જાહેર થયું છે. તેઓ 2017થી એક ખાનગી કંપનીનું સંચાલન કરી રહયા હતા. 700 લોકરમાંથી 18 થી 20 લોકરમાંથી રોકડ મળી હતી. જયારે અન્ય લોકર ખાલી હતા. કંપની સિંઘની પત્નીના નામે ચાલતી હતી.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here