ગરીબીથી મુકત આત્મનિર્ભર આધુનિક ભારત બનાવશું: વડાપ્રધાન

કાલે વડાપ્રધાન આટકોટમાં: ઐતિહાસિક ભવ્ય, સ્વાગતની તડામાર તૈયારીઓ
કાલે વડાપ્રધાન આટકોટમાં: ઐતિહાસિક ભવ્ય, સ્વાગતની તડામાર તૈયારીઓ

આત્મનિર્ભર અર્થવ્યવસ્થા અને બજેટ અંગે ભાજપના કાર્યકરો સાથે ખાસ ચર્ચા: સરકારે અવાસા યોજના અને જનધનથી ગરીબોને લખપત્તી બનાવ્યા, બજેટથી ખેડૂતોના જીવન બદલાશે
નવા વર્ષના બજેટની સર્વત્ર પ્રશંસા થઇ છે, નાણામંત્રીએ સારૂ બજેટ આપ્યું: મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા કેન્દ્રીય બજેટને સર્વ વર્ગ માટે સારૂ ગણાવતા જણાવ્યું હતું કે, નાણામંત્રી નિર્મલા સિતારમણે સારૂ બજેટ રજૂ કર્યુ છે. નવા બજેટથી વિકાસને ગતિ મળશે, ખેડૂતોના જીવન બદલાશે. વડાપ્રધાને ગરીબી મુકત આત્મનિર્ભર અને આધુનિક ભારતના નિર્માણનો દ્રઢ સંકલ્પ વ્યકત કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આત્મનિર્ભર અર્થવ્યવસ્થા અને નવા કેન્દ્રીય બજેટ અંગે આજે ભાજપના કાર્યકરો સાથે વર્ચ્યુઅલ સંવાદ કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, અર્થશાસ્ત્રીઓથી માંડીને સામાન્ય જનતા સુધી તમામ લોકોએ બજેટની પ્રશંસા કરી છે. 80 અબજ ડોલરનું વિદેશી રોકાણ દેશમાં આવ્યું છે અને અર્થવ્યવસ્થાનું સતત વિસ્તરણ થઇ રહયું છે. કોરોના મહામારી અનેક પડકારોને લઇને આવી છે. દેશ હજુ પણ મોટી મહામારી સામે લડી રહયો છે.

હવેની દુનિયા કોરોના કાળ પહેલા જેવી નહીં હોય. ભારત પ્રતિ વિશ્ર્વનો દ્રષ્ટિકોણ પણ બદલાયો છે.તેમણે બજેટના પ્રાવધાનો અંગે સમજણ આપતા જણાવ્યું હતું કે, સરકારે એમએસપી પર વિક્રમ સર્જક ખરીદી કરી છે. 2.37 લાખ કરોડ રૂપીયા સીધા ખેડૂતોના ખાતામાં જમા થઇ રહયા છે. એમએસપી અંગે ધણી ગેરસમજો ફેલાવવામાં આવી છે. પણ સરકારે ખેડૂતો માટે જરૂરી પગલા લીધા છે. તેમણે પ્રાકૃતિક ખેતીના ધ્યેય અંગે જણાવ્યું હતું કે, દેશમાં પ્રાકૃતિક ખેતીનું કોરીડોર બનાવવામાં આવશે. આ પ્રકારની ખેતીથી બિમારી અને ખર્ચ ઘટી જશે. વડાપ્રધાને શ્રધ્ધા વ્યકત કરી હતી કે, નવા બજેટથી ખેડૂતોના જીવન બદલાશે.

તેમણે જણાવ્યું હતું કે, 9 કરોડ ગ્રામીણ ઘરોમાં નલ થી જલ પહોંચાડવામાં આવ્યું છે. આ વર્ષે 4 કરોડ ગ્રામીણ ઘરોને નલ થી જલ પહોંચાડવાનું લક્ષ્ય છે. તેમણે જણાવ્યું હતું કે, કેન-બેતવા યોજનાથી ખેડૂતોના જીવન બદલાઇ જશે.

દેશને ગરીબીથી મુકત કરવાનો નિરધાર વ્યકત કરતા તેમણે જણાવ્યું હતું કે, સાત વર્ષમાં ત્રણ કરોડ ગરીબોને પાકા ઘર આપીને સરકારે એમને લખપત્તી બનાવ્યા છે. જનઘન જેવી યોજનાથી ગરીબોનું સ્વાભીમાન જાગ્યું છે. આ વર્ષે પણ 80 લાખ પાકા ઘરો આપવાનું લક્ષ્યાંક નક્કી કરાયું છે. ગરીબોનો મોટા ભાગના લોકોએ રાજકીય લોકોએ ઉપયોગ કર્યો છે. પણ સરકારી યોજનાઓથી અમે ગરીબોને લખપત્તી બનાવ્યા છે.

Read About Weather here

તેમણે ખાદ્ય તેલોમાં આત્મનિર્ભર બનવાનું સરકારનું લક્ષ્યાંક સ્પષ્ટ કર્યુ હતું. પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવાના સરકારના વિચારની ઝાંખી આપી હતી અને એ પ્રકારના પગલાનો ઉપયોગ કર્યો હતો. સીમા વળતી ગામોની વાયબ્રન્ટ વિલેઝ યોજના અને પર્વત માળા જોગવાઇની પણ તેમણે સમજણ આપી હતી અને કહયું હતું કે, પર્વતમાળા યોજનાથી પહાડી રાજયોનો વિકાસ થશે. તેમણે બજેટને ખુબ સારૂ જણાવ્યું હતું અને કહયું હતું કે, બજેટની સર્વત્ર પ્રસંશા થઇ રહી છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here