આ મહિલા જોધપુરના નૈણો કી ધાણી ગામની રહેવાસી હતી. પત્નીના મોત બાદ પતિ તેને ખોળામાં લઈને બૂમો પાડી રહ્યો હતો. રાજસ્થાનના બિકાનેરમાં જયપુર રોડ પર અક બસે સ્કૂટી પર સવાર દંપતીને ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયુ હતું.
Visit Saurashtra Kranti Homepage here
પતિના ભારે વલોપાતને જોઈ લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જૈનનારાયણ વ્યાસ કોલોની પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.પોલીસના જણાવ્યા મુજબ યુવક ચંદારામ અને તેની પત્ની સુઆ દેવી સ્કૂટી પર સવાર થઈને શહેરની તરફ જઈ રહ્યા હતા.
આ દરમિયાન પાછળ આવી રહેલી એક બસે તેમને અડફેટે લીધા હતા. બસે ટક્કર મારતા પતિ ચંદારામ સ્કૂટી પરથી દુર પટકાયો હતો, પરંતુ તેની પત્ની સુઆદેવી બસની ઝપેટમાં આવી ગઈ હતી. કેટલાક લોકોની મદદથી તેને હોસ્પિટલ પણ લઈ જવામાં આવી હતી.
છતાં પણ તેનો જીવ બચાવી શકાયો નહતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બસને કબજે કરી હતી. તપાસ પણ શરૂ કરી છે.આ અકસ્માત જયપુર રોડ પર મહારાણી કિશોરી દેવી સ્કૂલ પાસે થયો હતો. મુખ્ય માર્ગ પર જ સીસીટીવી લાગેલા હતા, અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. તેના આધારે પોલીસ તપાસ કરી રહી છે.
Read About Weather here
અહીથી નેશનલ હાઈવે હોવાથી ભારે વાહનોની અવરજવર ચાલુ રહે છે. આ રોડ પર ત્રણ સ્કૂલ હોવાના કારણે ભારે લોકોની ભીડ પણ રહે છે.થોડા મહીના પહેલા આ જ રસ્તા પર બીબીએસ શાળાનો એક બાળકનું બસની ઝપેટમાં આવી જતા મોત થયુ હતુ. આ ઉપરાંત અનેક અકસ્માતો પણ થયા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here