રાજકોટ મનપાનું 2334.94 કરોડનું બજેટ

રાજકોટ મનપાનું 2334.94 કરોડનું બજેટ
રાજકોટ મનપાનું 2334.94 કરોડનું બજેટ
મ્‍યુ . કમિશ્નર શ્રી અરોરાએ બજેટની વિસ્‍તૃત વિગત પત્રકાર પરિષદમાં રજૂ કરતા જણાવ્‍યુ હતુ કે, રાજકોટ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામ મેળવી રહ્યું છે ત્‍યારે શહેરમાં મેટ્રો સીટી જેવી સુવિધા આપવી એ તંત્ર માટે પડકાર છે મનપાનું વર્ષ ૨૦૨૨-૨૩નું ૨૩૩૪.૯૫ કરોડનું બજેટ મ્‍યુ. કમિશ્નર અમિત અરોરાએ આજે સવારે ૧૦ વાગ્‍યે સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેન પુષ્‍કર પટેલને સુપ્રત કર્યુ હતુ. ૨૦૨૧-૨૨માં ગત વર્ષના બજેટમાં આવકના અંદાજો પૂર્ણ થઈ શકયા નહિં તેના કારણે બજેટમાં ૪૦૬ કરોડની ખાધ આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

નવા ભળેલવાયેલ મુંજકા, ઘંટેશ્વર, મોટા મૌવા, માધાપર સહિતના પાંચ ગામના રસ્‍તા, ડ્રેનેજ, પાણી સહિતની સુવિધા માટે ૪૯૧૬.૬૬ લાખની જોગવાઇ કરવામાં આવી છે.આ ઉપરાંત નવા નાણાકીય વર્ષની વાહન વેરામાં ૫ ટકાનો ૨% સુધીનો વધારાની દરખાસ્‍ત કરવામાં આવી છે. આ દરમાં વધારાથી ૧૫ કરોડની વધારાની આવક ઉભી થશે.ત્‍યારે મ.ન.પા. આ પડકારને પહોંચી વળશે તેવી આશા સાથે વર્ષ ૨૦૨૨-૨૩નું આ બજેટ રજુ કર્યું છે.તેઓએ વિસ્‍તૃત વિગતો આપતા જણાવેલ કે, કોઈપણ શહેર માટે વિકાસ કામો એ શહેરની કાર્યક્ષમતાનું માપદંડ છે.

ગત બજેટ રજૂ થયા પછી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મોટા પ્રમાણના કામના લોકાર્પણ થયા. કોરોનાની વિપરિત પરિસ્‍થિતિમાં અને જયારે તંત્રનો મહત્‍વનો સમય અને શક્‍તિ કોરોનાને મ્‍હાત કરવામાં રહ્યો ત્‍યારે આ વિકાસ કામો અવિરત ચાલુ રહ્યા. શહેરના વિકાસ માટે આ પ્રોજેક્‍ટ લાભદાયી બની રહેશે તેવી અપેક્ષા છે. શહેરના વિકાસની પ્રક્રિયા તેમજ શહેરની લીવેબીલીટી વધારવાની નેમ સાથે આગામી વર્ષનું આયોજન કરેલ છે.હાલ શહેરમાં ઘણા મહત્‍વકાંક્ષી પ્રોજેક્‍ટો અમલમાં છે. બ્રીજ, પાણી પુરવઠા, ડ્રેનેજ, સ્‍માર્ટ સિટી અંતર્ગત વિવિધ કામો, હાઉસિંગ અને અન્‍ય કામો સમયબદ્ધ રીતે પૂર્ણ કરવા તેમજ નવા ભળેલા વિસ્‍તારનો પણ શહેરની સાથે સમતોલ વિકાસ થાય તે પડકારને ધ્‍યાને લઈ રાજકોટ મહાનગરપાલિકા આગળ વધી રહી છે.

ચાલુ વર્ષે કોરોનાની લડાઈમાં વેક્‍સિનેશન એક મહત્‍વનું પાસું રહ્યું. સને-૨૦૨૧ના પ્રારંભે વેક્‍સીનેશન શરૂ કરવામાં આવ્‍યું હતું. પ્રથમ ડોઝની ૧૦૦% કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે. જયારે બીજા ડોઝ માટે જેમનો સમય થઇ ગયો હોય તેવા તેઓને વેક્‍સીન આપવાની કામગીરી પણ ૯૦% પૂર્ણ કરી લેવામાં આવેલ છે. હાલ લોકોને વેક્‍સીનના બે ડોઝ આપવાની કામગીરીની સાથે બાળકોને રસી આપવા ઉપરાંત બે ડોઝ લઇ ચુકેલા કુલ ૩૬૮૧૭ સીનીયર સીટીઝન, હેલ્‍થ વર્કર્સ અને ફ્રન્‍ટલાઈન વર્કર્સને પ્રીકોશન ડોઝ આપવામાં આવેલ છે.આગામી નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુના વિસ્‍તારની સાથો સાથ નવા વિસ્‍તારોમાં પણ વિકાસના લાભો પહોંચતા કરવાનો રહેશે. નવા ભળેલા વિસ્‍તારોમાં પાણી પુરવઠા લગત વિકાસ કામોને પ્રાધાન્‍ય આપવામાં આવશે અને ત્‍યાર બાદ ડ્રેનેજ તથા અન્‍ય વિકાસલક્ષી કાર્યો  ક્રમશઃ હાથ ધરવામાં આવશે.

તો વળી, રાજકોટને સ્‍માર્ટ સીટી બનાવવા માટે જે – જે પ્રોજેક્‍ટ્‍સ હાથ પર લેવામાં આવે તે સમયસર પૂર્ણ કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજનબધ્‍ધ રીતે કામગીરી કરવામાં આવશે. શહેરને હરિયાળું અને સુંદર બનાવવા અને પર્યાવરણ વધુ આહલાદક બની રહે તે માટે   રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્‍તારોમાં ‘ગો ગ્રીન’ યોજના હેઠળ અત્‍યાર સુધીમાં રૂ. ૧૬.૨૫ લાખના ખર્ચે ૨૫૦૦ વૃક્ષો વાવવામાં આવેલ છે. આ પૈકી ૧૯૮૩ વૃક્ષોનું જીઓ ટેગીંગ કરવાની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવેલ છે. આગામી વર્ષમાં મેઇન્‍ટેનન્‍સ સહિતના કામો માટે અંદાજે રૂ. ૧૦ લાખનો ખર્ચ થશે.

સાથોસાથ આ યોજના હેઠળ આગામી વર્ષમાં પણ વધુ ૨૫૦૦ થી ૩૦૦૦ જેટલા વૃક્ષો વાવવાનું આયોજન છે.શહેરના નવા વિકાસ પામતા વિસ્‍તારો અને નવી ફાઈનલ થયેલ ટી.પી.સ્‍કીમ, આજીડેમ વિસ્‍તારના ભાગોએ તેમજ તાજેતરમાં નવા ભળેલા ઘંટેશ્વર, માધાપર (મનહરપુર-૧), મુંજકા અને મોટા મવાના વિસ્‍તારોમાં અદ્યતન લેન્‍ડ સ્‍ક્રેપીંગ અને આધુનિક સુવિધાઓ સાથેના કુલ ૧૦ સ્‍થળોઓ મળીને અંદાજીત ૧.૫૦ લાખ ચો.મી. વિસ્‍તારમાં બગીચાઓ સ્‍થાનિક કક્ષાએ માનવ વસાહત અને જગ્‍યા ઉપલબ્‍ધી મુજબ વિકસાવવામાં આવશે. જે અંગે રૂ. ૧૨૭૧ લાખ ખર્ચ થવાનો અંદાજ છે.

રાજકોટ શહેરમાં ન્‍યારી ડેમ સાઈટ અને પ્રદ્યુમન પાર્ક ખાતે લોકોને ઉપયોગી બને તેવા અર્બન ફોરેસ્‍ટ (ઓક્‍સીજન પાર્ક) બનાવવાનું આયોજન છે. જે અંગે માં રૂ.૫૦ લાખનો ખર્ચ થવાનો અંદાજ છે. આ અંતર્ગત બંને અર્બન ફોરેસ્‍ટમાં કુલ ૨૦૦૦૦ ચો.ફૂટ એરીયામાં મિયાવાંકી પધ્‍ધતિથી ઘનિષ્ઠ વૃક્ષારોપણ થશે.હાલ રાજકોટમાં વિવિધ સ્‍થળોએ પે એન્‍ડ યુઝ ટોઇલેટ સેવા ઉપલબ્‍ધ છે. રાજકોટમાં ભળેલા નવા વિસ્‍તારોમાં તેમજ જુના એરીયામાં આવશ્‍યકતા અનુસાર નવા પે એન્‍ડ યુઝ ટોઇલેટ બનાવવા વિચારણા કરાશે.  હાલ શહેરમાં ૧૩૭ પે એન્‍ડ યુઝ ટોઇલેટની સુવિધા ઉપલબ્‍ધ છે અને આગામી વર્ષમાં ૧૦ સ્‍થળોએ બનાવવાનું આયોજન છે.

મિલ્‍કતોની આકારણી પારદર્શક અને ચોક્ક્‌સાઈપૂર્વક થાય તથા મિલ્‍કતોની સંખ્‍યા વેરાની આવકનું સરળતાથી પૃથ્‍થકરણ થઇ શકે તે માટે શહેરની તમામ મિલ્‍કતોની સેટેલાઇટ ઇમેજ દ્વારા વેરાની વિગતો દર્શાવવાની કામગીરી હાલ ચાલુ છે. અત્‍યાર સુધીમાં ૧૭૯૦૦૦ મિલ્‍કતોનું જીઓ ટેગીંગ કરવામાં આવ્‍યું છે.ઉપરાંત તાજેતરમાં ભળેલા મોટા મવા, મુંજકા, માધાપર, મનહરપરા, ઘંટેશ્વર વિસ્‍તારમાં આકારણી કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ચાલુ વર્ષમાં વસૂલાત પણ શરૂ થઈ ગયેલ છે. 

નવા વિસ્‍તાર માટે નવી જવાબદારી નિભાવવા માટે આ આવક મહત્‍વની રહેશે.  શહેરીજનોને વાંચન માટે શહેરમાં વધુ ને વધુ સુવિધા પ્રાપ્ત થાય અને વાંચન ભૂખ સંતોષાય તેવા પ્રયત્‍નોના ભાગરૂપે વોર્ડ નં. ૬ માં ગોવિંદબાગ શાક માર્કેટ પાસે તથા વોર્ડ નં. ૭ માં કરણપરા લાયબ્રેરી બનાવવાનું કામ પ્રગતિમાં છે.  પૂર્વ ઝોન વિસ્‍તારના વોર્ડ નં.૧૮ માં નવા ભળેલા કોઠારીયા વિસ્‍તારનાં લોકો માટે કોઠારીયા ગામતળમાં રૂ. ૩૫૦.૦૦ લાખના ખર્ચે નવું ઇલેક્‍ટ્રિક સ્‍મશાન બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે.જામનગર રોડ પર હયાત સાંઢીયા પૂલ જર્જરીત થયેલ હોય તેમજ કન્‍સલટન્‍ટશ્રીના અભિપ્રાય મુજબ કોડલ લાઇફ પૂર્ણ થયેલ હોય નવા સાંઢીયા પૂલ બનાવવા અંગે પ્રી – ફિઝીબિલીટી રીપોર્ટ અને પ્રાથમિક એસ્‍ટીમેટ કરવાનું આયોજન છે.

Read About Weather here

પી.ડી.એમ. ફાટક ખાતે ટ્રાફિકનાં ભારણ હળવું કરવા પી.ડી.એમ. ફાટક ખાતે બ્રિજ બનાવવા અંગે પ્રી – ફિઝીબિલીટી રીપોર્ટ અને પ્રાથમિક એસ્‍ટીમેટ કરવાનું આયોજન છે.આમ, આ વર્ષનું બજેટથી રાજકોટ વધુને વધુ રહેવા લાયક તથા માણવા લાયક શહેર બની રહે તેવું સર્વાંગી વિકાસલક્ષી બજેટ છે તેમ અંતમાં શ્રી અમિત અરોરાએ જણાવ્‍યું હતું. જે આગામી વર્ષમાં પૂર્ણ થશે. આ કામનો કુલ ખર્ચ રૂ. ૬૭૦ લાખ થવાનો અંદાજ છે.વોર્ડ નં.૧, ૩, ૬ તથા ૧૭ માં લગ્ન પ્રસંગો તથા અન્‍ય પ્રસંગ કરવા માટે લોકોને દૂરનાં વોર્ડમાં તથા દૂર કોઈ નાના-મોટા સામુહિક પ્રસંગો કરવા માટે અન્‍ય જગ્‍યાએ જવું ન પડે તે હેતુથી રૂ. ૫૩૧.૦૦ લાખનાં ખર્ચે કોમ્‍યુનીટી હોલ બનાવવાનું વર્ષ ૨૦૨૨-૨૩ નાં બજેટમાં આયોજન કરવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here