વૈજ્ઞાનિકોએ શોધી નવી ટેકનીક, હવે સ્માર્ટફોનથી થશે કોવિડ 19 ટેસ્ટ

વૈજ્ઞાનિકોએ શોધી નવી ટેકનીક, હવે સ્માર્ટફોનથી થશે કોવિડ 19 ટેસ્ટ
વૈજ્ઞાનિકોએ શોધી નવી ટેકનીક, હવે સ્માર્ટફોનથી થશે કોવિડ 19 ટેસ્ટ

ટેસ્ટીંગ સીસ્ટમ સેર કરવા માટે તમારે 100 ડોલરથી ઓછો ખર્ચ થશે અને તમારી પાસે સ્માર્ટફોન હોવો જરૂરી

કોરોના વચ્ચે એક સારા સમાચાર છે કે હવે તમારે કોરોના ટેસ્ટ માટે કયાંય બહાર જવું પડશે નહી. વૈજ્ઞાનિકોએ સ્માર્ટફોનના કેમેરા વડે કોવિડ 19 નું પરીક્ષણ કરવાની નવી રીત શોધી કાઢી છે. હાલમાં ભારત સહિત વિશ્વભરના દેશોમાં લોકો કોરોના ટેસ્ટને લઈને ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં યુનિ. ઓફ કેલિફોર્નિયા, સાત્ય બાર્બરાના વૈજ્ઞાનિકોના જૂથે કોરોના તપાસની નવી ટેકનીક વિકસાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકો હવે સ્માર્ટફોનની મદદથી પોતાનો અને પોતાનો કોવિડ-19 ટેસ્ટ કરી શકશે. તેનો ઉપયોગ કરવા માટે તમારે ફકત એક સ્માર્ટફોન, એક એપ્લીકેશન અને કેટલીક લેબ ઉપકરણોની જરૂર પડશે. આ સીસ્ટમને સ્માર્ટ લેમ્પ નામ આપવામાં આવ્યું છે. આ ટેસ્ટીંગ સીસ્ટમ સેર કરવા માટે તમારે 100 ડોલરથી ઓછો ખર્ચ થશે અને તમારી પાસે સ્માર્ટફોન હોવો જરૂરી છે.

Read About Weather here

કોરોના ટેસ્ટ જાતે કરવા માટે ટેસ્ટ કીટમાં ફીટ થવા માટે પહેલા સરળ સાધનો જેમકે હોટ પ્લેટ, રિએકટીવ સોલ્યુશન અને સ્માર્ટફોનની જરૂર પડશે તે પછી તમારા સ્માર્ટફોનમાં બેકટીકાઉન્ટ નામની ફ્રી એપ ડાઉનલોડ કરો. હવે જે વ્યક્તિનું પરીક્ષણ કરવામાં આવે છે તેની લાળને ટેસ્ટ કીટમાં હોટ પ્લેટની ઉપર મુકવી પડશે. જે રિએકટીવ સોલ્યુશનમાં નાખવામાં આવે છે. આ પ્રક્રિયાને લૂપ મીડીયેટેડ આઈસોથર્મલ એપ્લીકેશન અથવા લેમ્પ કહેવામાં આવે છે. પછી નમુનાને કાર્ડબોર્ડ બોકસમાં મુકવામાં આવે છે. આમ હવે ઘરે બેઠા સ્માર્ટફોનથી કોવિડ-19નો ટેસ્ટ સરળતાથી થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here