ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં કોરોનાના 3,28,927 કેસ: 355 મોત

ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં કોરોનાના 3,28,927 કેસ: 355 મોત
ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં કોરોનાના 3,28,927 કેસ: 355 મોત

ભયાનક સ્વરૂપ ધારણ કર્યા વગર ત્રીજી લહેરમાં ઓટ આવવાનું ચાલુ થતાં હાશકારો
સૌથી વધુ 24મી જાન્યુઆરીએ એક જ દિવસમાં 24405 કેસ નોંધાયા તો 31મી જાન્યુઆરીએ સર્વાધિક 35 દર્દીના મોત નિપજયા
બીજી લહેરમાં એકિટવ કેસનો આંક 1.54 લાખ સુધી પહોંચ્યો હતો, જે ચાલુ ત્રીજી લહેરમાં 1.35 લાખ સુધી સિમિત રહીને પરત કર્યો

સમગ્ર વિશ્ર્વમાં હાહાકાર મચાવી દેનાર કોરોના વાયરસ નવા ઓમિક્રોન વેરિયન્ટ સાથે ગુજરાતમાં ગત ડિસેમ્બર માસમાં ત્રાટકવા સાથે સંભવિત ત્રીજી લહેર ચાલુ થઈ ગઈ હતી. ડિસેમ્બર મહિનામાં તો થોડી શાંતિ રહી પણ જાન્યુઆરી મહિના સાથે નવું 2022 વર્ષ ચાલુ થતાં જ રાજયમાં કોરોનાની ત્રીજી લહેરે વેગ પકડી લીધો હતો. સરકારે થોડો સમય કોરોનાના કેસમાંથી ઓમિક્રોન વેરિયન્ટને અલગ ત્યારબાદ બંધ કરી દીધું હતું. સદનશીબે ત્રીજી લહેરમાં કોરોના સાવ ઓછો ઘાતક રહેતા સરકારની સાથે લોકોએ પણ રાહતનો શ્ર્વાસ લીધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાતમાં ગત જાન્યુઆરી મહિના દરમિયાન જ કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં ભરતી આવી અને ઓટ પણ આવી ગઈ હતી. આપણા મહિના દરમિયાન કોરોનાના 3,28,927 કેસ નોંધાયા હતા. જેમાં બીજી જાન્યુઆરીએ સૌથી ઓછા 968 કેસ અને 20મી જાન્યુઆરીએ સૌથી વધુ 24485 કેસનો સમાવેશ થાય છે. જે સર્વાધિક કેસ બાદ તા.23મી જાન્યુઆરીથી કોરોના સંક્રમણ ઘટવા લાગ્યું હતું.

છેલ્લે ગઈકાલે 31મી જાન્યુઆરીએ માત્ર 6679 કેસ નોંધાયા હતા. એ જ રીતે રાજયમાં કોરોનાની ત્રીજી લહેરમાં ગત જાન્યુઆરી મહિના દરમિયાન પ્રથમ 10-12 દિવસ દૈનિક 1 થી 4 દર્દીના મોત થયા હતા. ત્યાર બાદ તા.15મી પછી મોતનું પ્રમાણ વધ્યું હતું અને છેલ્લે ગઈકાલે તા.31મી જાન્યુઆરીએ એક જ દિવસમાં કોરોના સંક્રમિત 35 દર્દીઓએ અંતિમ શ્ર્વાસ લીધા હતા. છેલ્લા સપ્તાહ દરમિયાન દૈનિક 20 થી વધુ દર્દીઓના મોત થયા હતા. આ સાથે આપવા જાન્યુઆરી મહિનામાં રાજયમાં કોરોનાથી 355 દર્દીઓ મોતને ભેંપ્યાનું કોવિડ પોર્ટલ પર નોંધાયું છે.

Read About Weather here

હવે રાજયમાં કોરોનાના એકિટવ કેસની વાત કરીએ તો ગુજરાતમાં ગત એપ્રિલ-મે મહિનામાં તરખાટ મચાવનાર બીજી ઘાતક લહેરમાં એકિટવ કેસનો આંક 1.54 લાખ સુધી પહોંચી ગયો હતો. જયારે હાલની ત્રીજી લહેરમાં ઓમિક્રોન વેરિયન્સ ભયાનક રીતે અનેક ગણો સંક્રામક હોવાનું વૈજ્ઞાનિક તારણ નિકળ્યું હોવાથી એકિટવ કેસનો આંકડો ખુબ ઉંચો જવાની ધારણા હતા.પરંતુ સદનશીબે ચાલુ બીજી લહેરમાં કોરોનાના એકિટવ કેસ ગત 24મી જાન્યુઆરીએ 1,35, 148 સુધી પહોંચીને પરત નીચે આવવા લાગતા હાશકારો અનુભવાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here