બુધવારે મનપાનું બજેટ : શહેરીજનોને કોઇ લાભ કે પછી હથેળીમાં ચાંદ બતાવાશે??

બુધવારે મનપાનું બજેટ : શહેરીજનોને કોઇ લાભ કે પછી હથેળીમાં ચાંદ બતાવાશે??
બુધવારે મનપાનું બજેટ : શહેરીજનોને કોઇ લાભ કે પછી હથેળીમાં ચાંદ બતાવાશે??

વર્ષ 2022-23ના બજેટને આખરી ઓપ આપતા મ્યુનિ. કમિશનર અમિત ઍરોરા સ્ટેન્ડીંગ કમિટીને સુપ્રત કરશે
આગામી બજેટમાં મ્યુનિ. કમિશનર ફ્રી-મુસાફીનો મુદ્દો સમાવે, નહીંતર સ્ટેન્ડિંગ કમિટીએ તો જનહિતાર્થે ફ્રી-બસ સેવાનો નિર્ણય કરવો જ જોઈએ: જાગૃત રાજકોટવાસીઓ
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના પ્રેરક પગલાને રાજકોટ મનપા અનુસરસે કે કેમ??

હાલમાં બજેટની મોસમ ચાલી રહી છે આવતીકાલે કેન્દ્ર સરકાર બજેટ રજુ કરનાર છે. કોરોના વચ્ચે રજૂ થનાર બજેટ સાથે સમાજના દરેક વર્ગની આશાઓ જોડાયેલી છે. કોરોના સંક્રમણના કારણે કથળેલી આર્થિક સ્થિતી સામે લડવા માટે સરકારે ઘણાં પગલાઓ લીધા છે પણ હજુ પણ ઘણાં પડકારો છે. એવામાં આ બજેટ પર સમાજનો દરેક વર્ગ આશા રાખીને બેઠો હોય છે. ત્યારે મ્યુ . કોર્પોરેશનનું નવા નાણાકિય વર્ષ 2022- 23નું નવુ અંદાજે 2 હજાર કરોડનું કદ ધરાવતું બજેટ તથા હાલનું 2021-22નું રિવાઇઝડ બજેટ આગામી ચાલુ સપ્તાહમાં એટલે કે તા. 2 ફેબ્રુઆરી બુધવારે સ્ટેન્ડીંગ કમિટિને મ્યુ. કમિશ્નર દ્વારા સુપ્રત કરી દેવામાં આવે તેવી શકયતાઓ છે. આ નવા બજેટમાં શહેર માટે નાની મોટી યોજનાઓનો સમાવેશ થશે.

Visit Saurashtra Kranti Homepage here

હાલ બજેટ માટે કોર્પોરેશનની તમામ શાખાઓ પાસેથી આવનાર વર્ષથી તેમની જરૂરિયાતો તેમજ ચાલુ નાણાકિય વર્ષનાં ચર્ચાઓન અહેવાલો મંગાવી અને હવે બજેટને આખરી ઓપ આપવ મ્યુ.કન્શિનર અમિત અરોરાએ કવાયત શરૂ કરી છે. બજેટ તૈયાર કરીને સ્ટેન્ડીંગ કમિટિને આપી દેવા અધિકારીઓ કટીબધ્ધ છે . નવા વર્ષના બજેટમાં સંભવત શહેરમાં ભેળવાયેલા નવા વિસ્તારો માધાપર, મુંજકા, મોટામવા, ઘંટેશ્ર્વર વગેરે ગામોની વધુ પ્રાથમિક સુવિધાઓ વિકસાવવાની યોજનાઓ ઉપરાંત શહેરમાં આરોગ્યલક્ષી અને ટ્રાફિક સમસ્યા દુર કરતી યોજનાઓને પ્રાધાન્ય આપવામાં આવે તેવી શકયતાઓ છે.

આ ઉપરાંત પર્યાવરણ શુધ્ધી ઉર્જાબચત, આજી ઉપર રિવરફ્રન્ટ, ન્યુ.રેસકોર્ષ (અટલ સરોવર), રૈયા સ્માર્ટ સીટી વગેરે જેવી નાની મોટી યોજનાઓના બજેટમાં સમાવેશ કરાય તેવી કોઇ શકયતાઓ. કોઇ મોટી આકર્ષક યોજના સમાવેશ નહી થઇ શકે. સરકારી સહાય આધારીત પ્રોજેકટોમા જોગવાઇઓ થાય તેવી શકયતાઓ છે.આમ એકંદરે 2022-23 બજેટ હળવુ ફુલ રહેવાની શકયતાઓ વધારે છે.

સામાન્ય રીતે જાન્યુઆરી માસના અંતિમ સપ્તાહમાં બજેટ રજૂ કરી દેવામાં આવતું હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે બજેટ તૈયાર કરવામાં થોડો વિક્ષેપ ઉભો થયો છે. મ્યુનિસિપલ કમિશનરે અલગ-અલગ શાખાઓ સાથે બજેટ બેઠક શરૂ કરી દેવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષનું બજેટ 15મી માર્ચના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. રૂા. 2291 કરોડનું અંદાજપત્ર 50 ટકાએ પણ પહોંચે તેવી કોઇ જ શક્યતા લાગતી નથી.

અમદાવાદ મહાનગરપાલિકાનું વર્ષ 2022-23 નું રૂ.7 કરોડના સુધારા સાથે બજેટ રજુ કરાયું હતું. આ બજેટમાં શહેરમાં 65 વર્ષથી ઉપરના તમામ સિનિયર સીટીઝન તેમજ કોરોના મહામારીમાં માતા કે પિતાની છત્રછાયા ગુમાવનારા વિદ્યાર્થીઓ પણ એ.એમ.ટી.એસમાં ફ્રીમાં મુસાફરી કરી શકશેનગરપ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓન સ્કુલમાં આવવા-જવા માટે બસના ફ્રીમાં પાસ આપવામાં આવશે.

Read About Weather here

અમદાવાદ મહાનગરપાલિકાએ લીધેલા નિર્ણયને શહેરીજનોએ વધાવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2022-23નું બજેટ આગામી દિવસોમાં રજુ થનાર છે. અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરના સિનિયર સિટીજનો અને વિદ્યાર્થીઓને સિટી બસ સેવા ફ્રી મળશે તેવી બજેટમાં જોગવાઇ કરી છે. ત્યારે આગામી દિવસોમાંરાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2022-23માં રાજકોટના સિનિયર સીટીઝનો અને વિદ્યાર્થીઓને રાહત મળે તેવી જોગવાઇ કરાય તેવી શહેરીજનો આશા રાખી રહ્યા છે.(1.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here