રાજકોટમાં શરદ ઋતુના આકરા રૂપથી બેફામ બનતો વાઇરલ રોગચાળો

રાજકોટમાં શરદ ઋતુના આકરા રૂપથી બેફામ બનતો વાઇરલ રોગચાળો
રાજકોટમાં શરદ ઋતુના આકરા રૂપથી બેફામ બનતો વાઇરલ રોગચાળો

છેલ્લા એક સપ્તાહમાં શહેરના 1196 ઘરોમાં ફોગીંગ કામગીરી કરાઇ
શરદી-ઉધરસના 532, તાવના 359 અને ઝાડા-ઉલ્ટીના 38 કેસ; રોગ નિયંત્રણ માટે મનપા આરોગ્ય શાખા અને મેલેરીયા વિભાગના ભરચક પ્રયાસો

રાજકોટ શહેરમાં છેલ્લા લગભગ બે સપ્તાહથી શરદ ઋતુએ આકરો મીજાજ બતાવ્યો હોવાથી વાઇરલ રોગચાળો પ્રસરી વળ્યો છે અને તાવ-શરદી, ઝાડા-ઉલ્ટીના દર્દીઓથી સરકારી અને ખાનગી દવાખાના ઉભરાઇ રહયા છે. મનપાએ રોગચાળો કાબુમાં લેવા સંખ્યાબંધ પગલા લીધા છે અને શહેરભરમાં ફોગીંગ કામગીરી અને પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

છેલ્લા એક સપ્તાહ દરમ્યાન શહેરમાં શરદી-ઉધરસના 532 કેસ નોંધાયા છે. જયારે સામાન્ય તાવના 359 કેસ અને ઝાડા-ઉલ્ટીના 38 કેસ નોંધાયા છે. જયારે ટાઇફોઇડ તાવનો એક કેસ નોંધાયો હતો. ગત સપ્તાહમાં કમળો અને મરડાના એકપણ કેસ નોંધાયા નથી. મનપાના આરોગ્ય શાખા અને મેલેરીયા વિભાગ દ્વારા રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સતત પગલા લેવામાં આવી રહયા છે.

એ મુજબ રાજકોટમાં 6093 ઘરોમાં પોરા નાશક કામગીરી કરવામાં આવી હતી. જયારે 1196 ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી હતી.ડેન્ગ્યુ જેવો રોગચાળો ફાટી ન નીકળે એ માટે વ્હીકલ માઉન્ટેન ફોગીંગ મશીનથી ઠેરઠેર અલગ-અલગ વિસ્તારોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી રહી છે. મોટાભાગના વિસ્તારો આવરી લેવામાં આવ્યા છે.

Read About Weather here

અલગ-અલગ વિસ્તારોમાં રહેણાંક અને કોમોસીર્યલ બિલ્ડીંગમાં મચ્છર ઉત્પતી બદલ ચેકીંગ કરીને 285 આસામીઓને નોટીસ આપવામાં આવી છે અને વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે. લોકોને રોગચાળાથી બચવા માટે ચોખ્ખા પાણીના વાસણ ઢાંકીને રાખવા અપીલ કરવામાં આવી છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here