બર્ડ હિટ બાદ એરપોર્ટ પર ફલાઇટની મંજૂરી નહીં અપાતા રાજકોટથી મુંબઇ – દિલ્હીની તમામ ફલાઇટ રદ

બર્ડ હિટ બાદ એરપોર્ટ પર ફલાઇટની મંજૂરી નહીં અપાતા રાજકોટથી મુંબઇ - દિલ્હીની તમામ ફલાઇટ રદ
બર્ડ હિટ બાદ એરપોર્ટ પર ફલાઇટની મંજૂરી નહીં અપાતા રાજકોટથી મુંબઇ - દિલ્હીની તમામ ફલાઇટ રદ

સંખ્યાબંધ વિદેશી મુસાફરો રઝળી પડયા : ગઇકાલે સાંજે બર્ડ હીટ થતા એર ઇન્ડિયાની ફલાઇટની 8 બ્લેડ તૂટી ગઇ : ગાઢ ધુમ્મસને કારણે સવારે 200 મીટરની વિઝીબીલીટી સવારે 10 વાગ્યે 1 હજાર મીટર

રાજકોટ એરપોર્ટ પર ગઇકાલે સાંજે એર ઇન્ડિયાની ફલાઇટ ઉપડવા સમયે બર્ડ હીટ થતા આ ફલાઇટની 8 બ્લેડ તૂટી જતા પ્લેનને રાજકોટ એરપોર્ટ પર જ રાખી દેવાયુ઼ છે, તેનું રીપેરીંગ કામ માટે ટેકનીકલ ટીમ આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

પરંતુ આ વખતે રાજકોટ એરપોર્ટ સતાવાળાઓએ એર ઇન્ડિયાની ફલાઇટ રન-વે ઉપર પડી હોય, એરપોર્ટનો ઉપયોગ નહી કરવા દેતા આજની સ્પાઇસ જેટ અને ઇન્ડીગોની તમામ ફલાઇટ રદ્ થતા મુસાફરોમાં દેકારો બોલી ગયો છે.

મુંબઇ – દિલ્હી જવા માંગતા સેંકડો મુસાફરો એરપોર્ટ ખાતે રીતસર ઝઘડી પડયા હતા, વિગતો મુજબ સંખ્યાબંધ વિદેશ જવા માંગતા મુસાફરો હોય તેઓની ફલાઇટ રદ્દ હોય ભારે હેરાન – પરેશાન થયા હતા.

Read About Weather here

એરલાઇન્સ કંપનીઓએ એરપોર્ટ સત્તાવાળાઓનું ધ્યાન દોર્યુ પરંતુ મંજૂરી અપાઇ નથી, ઇન્ડીગોની બંને ફલાઇટ રદ્દ થઇ છે, તો સ્પાઇસ જેટની સવારે આવતી મુંબઇ – દિલ્હીની ફલાઇટ સાંજે 5 પછીની કરાઇ છે, પરંતુ તે આવશે કે કેમ તે હાલ નક્કી નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here