‘મહારાજા’ની 69 વર્ષ બાદ ઘર વાપસી

‘મહારાજા’ની 69 વર્ષ બાદ ઘર વાપસી
‘મહારાજા’ની 69 વર્ષ બાદ ઘર વાપસી

એર ઇન્ડિયા એરલાઈન્સનો હવાલો ટાટા ગ્રુપને સોંપાયો: હવે નવા રૂપરંગ સાથે વિશ્ર્વ વ્યાપી વિમાન સેવા શરૂ થશે: ટાટા ગ્રુપનાં ચેરમેન વડાપ્રધાન મોદીને મળ્યા

આખરે એર ઇન્ડિયાનાં ‘મહારાજા’ એ 69 વર્ષનાં લાંબાગાળા બાદ ઘર વાપસી કરી છે. એર ઇન્ડિયા એરલાઈન્સનો હવાલો ગઈકાલે ટાટા ગ્રુપને સોંપવામાં આવ્યો હતો. હવે ટાટાની બનેલી એર ઇન્ડિયા કાયાકલ્પ સાથે વિમાન મુસાફરો માટે વધુ સગવડ દાયક બનાવવા ટાટા ગ્રુપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે. સહુ પહેલું પરિવર્તન એરલાઈન્સમાં પીરસવામાં આવતા ભોજનને લગતું કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

એર ઇન્ડિયા દ્વારા આ અંગે ખાસ ભોજન પ્લાન પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે. મુંબઈથી દિલ્હી, અબુધાબી, મુંબઈ- બેંગ્લોર, મુંબઈ- લંડન જેવા રૂટ પર વધુ શુધ્ધ અને પૌષ્ટિક આહાર પીરસવામાં આવશે. એ માટે તાજ ગ્રુપની કેટરીંગ સર્વિસે આયોજન ઘડી કાઢ્યું છે. એ જ રીતે ભોજન બાદ અપાનારા ઠંડા પીણા પણ હવે મુસાફરીનાં નિયમો મુજબ પીરસવામાં આવશે.

એકવખત ફ્લાઈટ ટાટાની નિગરાની હેઠળ શરૂ થઇ જાય પછી દરેક ફ્લાઈટમાં ટાટા જૂથનાં વડા 84 વર્ષનાં રતન તાતાનો ખાસ સંદેશો દરેક ફ્લાઈટમાં સંભળાવામાં આવશે. વાઈનનાં ગ્લાસ પણ ખૂબ જ આધુનિક રહેશે. ચા અને કોફી સર્વ કરવા મેલામાઈનનાં કપ મુકવામાં આવશે. તમામ અખબારો અને મેગેઝીન રાખવામાં આવશે. ઇકોનોમી ક્લાસમાં મુસાફરોને ધાબળાઅને તકીયા પણ આપવામાં આવશે. વિમાનનાં સ્ટાફનાં ડ્રેસ પણ ખૂબ જ સ્માર્ટ રાખવામાં આવશે. ટાટા જૂથનો સ્પષ્ટ સંદેશો છે

Read About Weather here

કે, સુરક્ષા અને ઉચ્ચ ગુણવત્તાની સેવા સાથે દરેક ઉતારુંને મહેમાન ગણવામાં આવશે. આજે એર ઇન્ડિયા ટાટા ગ્રુપને પાછી મળી ગયા બાદ ટાટા સન્સનાં ચેરમેન એન.ચંદ્રશેખરન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને હસ્તાંતરણ અંગે વડાપ્રધાનનો આભાર માન્યો હતો. હવે એર ઇન્ડિયાનાં બોર્ડમાં ચેરમેન સહિતનાં તમામ સભ્યો ટાટા જૂથનાં રહેશે. એર ઇન્ડિયાને ખોટનાં ખાડામાંથી બહાર કાઢવા એસબીઆઈ જંગી લોન આપશે. અન્ય બેંકો પણ લોન આપનાર છે. કર્મચારીઓની છટણી કરવા અંગે હજુ ટાટા ગ્રુપે કોઈ નિર્ણય લીધો નથી. એર ઇન્ડિયા સંભાળ્યા બાદ હવે ટાટા જૂથને કુલ 117 પહોળી બોડીનાં વિમાન અને 24 સાંકળી બોડીનાં વિમાન મળશે. 4400 સ્વદેશી અને 1800 આંતરરાષ્ટ્રીય ઉતરાણ અને પાર્કિંગની સુવિધા કંપનીને મળશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here