ગુજરાતમાં શિક્ષક બનવા માટેની પરીક્ષા પરિણામની મુદત આજીવન કરવાની માંગ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

શાળા સંચાલક મંડળ દ્વારા મુખ્યમંત્રીને આવેદન પાઠવી રજૂઆત

અમેરિકા અને યુરોપ જેવા દૃેશોમાં શિક્ષણના વ્યવસાયમાં આવવા માટે ટિચીંગ લાયસન્સ જે ટાટ જેવી પરીક્ષા હોય છે, તે સમગ્ર જીવનકાળમાં ફક્ત એક જ વખત મેળવવાનું રહે છે. ભારત સરકારની નવી શિક્ષણનિતી અનુસાર 2020માં પણ ટાટ પરીક્ષાનો ઉલ્લેખ છે. ટાટ પાસ થનારા ઉમેદૃવારો માટે ટાટ પ્રમાણપત્ર સંદૃર્ભે પાંચ વર્ષની સમયમર્યાદૃા આપવામાં આવી છે. 11 ફેબ્રુઆરી 2011ના પરિપત્રમાં ટાટ પ્રમાણપત્રની મુદૃત ફક્ત 5 વર્ષ માટે રાખવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

ટાટનું પરિણામ જાહેર થાય તે તારીખથી 5 વર્ષ માટે પ્રમાણપત્ર માન્ય રહે છે. જો, 5 વર્ષ દૃરમિયાન ઉમેદૃવારને ભરતીમાં તક ન મળે તો તેમને ફરીથી પરીક્ષા આપવી પડે છે અને ત્યારબાદૃ તેમને ભરતીમાં તક મળતી હોય છે.રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક કે આચાર્યની નોકરી માટે કોઈ પણ વયમર્યાદૃા નથી.

આ તમામ બાબતોને ધ્યાને લઈને ટાટની પરીક્ષા ક્વોલિફાઈડ થનારા એટલે કે ટાટ પરીક્ષાના 50 ટકા કે વધુ મેળવનારા ઉમેદૃવારો માટે પ્રમાણપત્રની સમયમર્યાદૃા દૃુર કરીને કાયમી ગણવાની જરૂરીયાત છે. રાજ્યના શિક્ષણ વિભાગના જાહેરનામામાં ટાટ, ટેટ અને એચએમએટી તમામ પરીક્ષાની અવધી 5 વર્ષની છે તે રદૃ કરીને કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગની તાજેતરની જાહેરાતની જેમ આજીવન કરવાના હુકમો કરવામાં આવે.

Read About Weather here

જો આ નિર્ણય લેવામાં આવે તો હજારો ઉમેદૃવારોને ફરી પરીક્ષા આપવામાંથી મુક્તિ મળી શકે છે.ગુજરાતમાં શાળાઓમાં શિક્ષક બનવા માટે લેવામાં આવતી વિવિધ પરીક્ષા પાસ થયાની સમયમર્યાદૃા પાંચ વર્ષ રાખવામાં આવેલી છે પરંતુ કેન્દ્રની નવી શિક્ષણનિતી અંતર્ગત આ પ્રમાણપત્રની સમયમર્યાદૃા આજીવન કરવામાં આવેલી છે જેથી શાળા સંચાલક મંડળ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી ગુજરાતમાં શિક્ષક બનવા માટેની વિવિધ ટેટ, ટાટ તથા એચએમએટી પરીક્ષાના પરિણામની પ્રમાણપત્રની મર્યાદૃા આજીવન કરવામાં આવે તેવી માંગણી કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here