લઘુતમ ટેકાના ભાવથી તુવેર, ચણા અને રાયડાની ખેડૂતો પાસેથી રાજય સરકાર સીધી ખરીદી કરશે: કૃષિ મંત્રી

લઘુતમ ટેકાના ભાવથી તુવેર, ચણા અને રાયડાની ખેડૂતો પાસેથી રાજય સરકાર સીધી ખરીદી કરશે: કૃષિ મંત્રી
લઘુતમ ટેકાના ભાવથી તુવેર, ચણા અને રાયડાની ખેડૂતો પાસેથી રાજય સરકાર સીધી ખરીદી કરશે: કૃષિ મંત્રી

લઘુતમ ટેકાના ભાવે પાક વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતે ફરજીયાત ઓનલાઇન નોંધણી કરાવી લેવા મંત્રીનો અનુરોધ

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે, ચાલુ વર્ષે ચણા સહિતના રવિ સિઝનના પાકોનું વધુ વાવેતર થવાથી ઉત્પાદન વધવાની સંભાવનાને પગલે કેન્દ્રિય કૃષિ મંત્રીને ચણાનો વધુ જથ્થો ખરીદવા વિનંતી કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

મંત્રીએ ઉમેર્યું કે, ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકારે વર્ષ 2021-22 માં તુવેર માટે રૂ. 1260 પ્રતિ 20 કી.ગ્રા(મણ), ચણા માટે રૂ. 1046 પ્રતિ 20 કી.ગ્રા (મણ), અને રાયડા માટે રૂપિયા 1010 પ્રતિ 20 કી.ગ્રા(મણ) લદ્યુત્તમ ટેકાના ભાવ જાહેર કરેલા છે. રાજયમાં ખરીફ/રવિ સીઝન 2021-22માં લદ્યુતમ ટેકાના ભાવે તુવેરની ખરીદી તા.15/02 અને ચણા તથા રાયડાની ખરીદી તા.01/03થી રાજય સરકાર દ્વારા નિયુક્ત ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લી.,અમદાવાદ મારફતે કરવામાં આવનાર છે.

મંત્રીએ કહ્યું કે, લદ્યુતમ ટેકાના ભાવે તુવેર, ચણા અને રાયડોનું વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન વિના મુલ્યે નોંધણી સમગ્ર રાજયમાં સ્થાનિક/ ગ્રામ્ય કક્ષાએ ટઈઊ દ્વારા તા.01/02 થી તા.28/02સુધી કરવામાં આવશે. તે મુજબ તમામ ખેડૂતોએ નોંધણી કરાવવી જરૂરી છે. નોંધણીનો તમામ ખર્ચ રાજય સરકાર દ્વારા કરવામાં આવતો હોઈ ખેડૂતોએ નોંધણી માટે ટઈઊને કોઈપણ પ્રકારની રકમ ચૂકવવાની રહેતી નથી.

નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે આધાર કાર્ડની નકલ, અદ્યતન મહેસૂલી રેકર્ડ ગામ નમુનો 7, 12, 8-અની નકલ, ગામ નમુના 12માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડુતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.

રાજયમાં તુવેર, ચણા અને રાયડા પકવતા ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા મંત્રીએ ખાસ અનુરોધ કર્યો છે.

Read About Weather here

નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો સવાર 9 થી સાંજના 6 સુધી હેલ્પલાઇન નંબર 079-26407609, 264076010, 264076011, અને 264076012 ઉપર સંપર્ક કરવાનો રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here