આઝાદીના 75 વર્ષ પછી પણ ઘણાં જિલ્લા પછાત રહી ગયા હતા હવે થઈ રહ્યો છે વિકાસ

કાલે વડાપ્રધાન આટકોટમાં: ઐતિહાસિક ભવ્ય, સ્વાગતની તડામાર તૈયારીઓ
કાલે વડાપ્રધાન આટકોટમાં: ઐતિહાસિક ભવ્ય, સ્વાગતની તડામાર તૈયારીઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જિલ્લા અધિકારીઓ સાથે વાતચીત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા વિવિધ જિલ્લાના કલેક્ટર સાથે વાત કરી હતી અને જિલ્લાઓમાં ચાલતા સરકારી કાર્યક્રમો અને યોજનાઓનો ફિડબેક લીધો હતો. વડાપ્રધાન મોદીએ સંબોધન દરમિયાન કહ્યું કે, દેશમાં પહેલાં આંકડાઓમાં આર્થિક વિકાસ દેખાતો હતો પરંતુ આઝાદીના આટલા વર્ષો પછી પણ દેશના ઘણાં જિલ્લા પછાત રહી ગયા હતા. આ જિલ્લાઓ પર પછાત જિલ્લાઓના ટેગ મારવામાં આવ્યા હતા. એક બાજુ હજારો જિલ્લાઓ વિકાસ કરતા રહ્યા અને જે પછાત હતા તે વધારે પછાત બનતા ગયા. જ્યારે સમાજમાં પરિવર્તન ના દેખાય ત્યારે જિલ્લામાં કામ કરતા લોકોમાં પણ નિરાશા આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, આજે આગળ વધતા જિલ્લાઓ દેશને આગળ વધતા અવરોધોને ખતમ કરી રહ્યા છે. તમારા બધાના પ્રયત્નોથી, આકાંક્ષી જિલ્લા, આજે ગતિરોધકની જગ્યાએ ગતિવર્ધક બની રહ્યા છે. જીવનમાં લોકો તેમની આકાંક્ષાઓ માટે દિવસ-રાત પરિશ્રમ કરી રહ્યા છે અને અમુક માત્રામાં તેમને પૂરા પણ કરી રહ્યા છે. આગળ વધતા જિલ્લાઓથી દેશને પણ સફળતા મળી રહી છે.

Read About Weather here

બધા સાધનો એ જ છે, સરકારી મશીનરી પણ એ જ છે, અધિકારીઓ પણ તે જ છે પરંતુ પરિણામ અલગ છે. જ્યારે બીજાની ઈચ્છા આપણી ઈચ્છા બની જાય, બીજાના સપના પૂરા કરવા આપણી સફળતા બની જાય ત્યારે કર્તવ્યપથ ઈતિહાસ રચે છે. વડાપ્રધાને કહ્યું કે, એક બાજુ બજેટ વધતુ ગયું, યોજનાઓ બનતી રહી, આંકડાઓમાં આર્થિક વિકાસ પણ થતો રહ્યો તેમ છતાં આઝાદીના 75 વર્ષ પછી પણ દેશના અમુક જિલ્લા પછાત રહ્યા હતા. સમય જતા આ જિલ્લાઓ પર પછાત જિલ્લાઓનું ટેગ લાગવા લાગ્યું હતું. પરંતુ હવે તે આકાંક્ષી જિલ્લાઓ પણ વિકાસ કરી રહ્યા છે. મુખ્યમંત્રીઓ પણ માની રહ્યા છે કે, તેમના રાજ્યોના જિલ્લાઓનો ધીમે ધીમે વિકાસ વધી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here