માં ખોડલનાં તેજોવલયથી રાષ્ટ્ર પ્રજ્જવલિત, પંચવર્ષીય પાટોત્સવની ઉજવણી

માં ખોડલનાં તેજોવલયથી રાષ્ટ્ર પ્રજ્જવલિત, પંચવર્ષીય પાટોત્સવની ઉજવણી
માં ખોડલનાં તેજોવલયથી રાષ્ટ્ર પ્રજ્જવલિત, પંચવર્ષીય પાટોત્સવની ઉજવણી

એકીસાથે 10 હજાર સ્થળે રાષ્ટ્રગીતનું સામુહિક ગાયન, ઈતિહાસનાં પાને સુવર્ણ અક્ષરે અંકિત થશે શુક્રવારનો મહાન દિવસ, પાટીદાર સમાજ સહિતનાં સર્વે સમાજનાં કરોડો લોકો અભિભૂત થયા
ઐતિહાસિક ઉજવણી, કરોડો ભાવિકો દ્વારા ઓનલાઈન દર્શન: દેશ અને વિદેશમાં ખૂણે-ખૂણે ત્રિવિધ ધાર્મિક મહોત્સવનું જીવંત પ્રસારણ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતનાં અનેક મંત્રીઓ, મહાનુભાવોએ ઓનલાઈન શુભેચ્છા સંદેશ પાઠવ્યો
નજીકનાં ભવિષ્યમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા યાત્રાધામ સોમનાથ ખાતે સોમનાથ ભવનનું લોકાર્પણ કરાશે
સામાજીક પ્રસંગોમાં ઓછો ખર્ચ કરવા સહિતનાં સુધારા સૂચવતા પાટીદાર શ્રેષ્ઠી

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને દેશ તથા વિદેશમાં વસતા પાટીદાર સમાજ માટે અનેરા, અનોખા અને ઐતિહાસિક દિવસે અભૂતપૂર્વ ધાર્મિક પ્રસંગથી પાટીદાર સમાજનાં ઈતિહાસનાં પાના પર સુવર્ણ અક્ષરે એક યાદગાર પ્રકરણ ઉમેરાયું હતું અને માં ખોડલનાં આશિર્વાદનાં તેજોવલયથી દેશનો ખૂણે-ખૂણો પ્રજ્જવલિત થઇ ઉઠ્યો હતો. આજે તા.21 ને શુક્રવારે કાગવડ ખાતે લેઉવા પટેલ સમાજનાં મહાન આસ્થા કેન્દ્ર માં ખોડલધામ મંદિરનો પંચવર્ષીય પાટોત્સવ અને સાથે-સાથે મહાયજ્ઞ, ધ્વજારોહણ અને મહાઆરતી ત્રિવિધ ધાર્મિક પ્રસંગોની ઐતિહાસિક ઉજવણી કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

જેનું દેશભરમાં અને વિશ્વનાં 25 દેશોમાં ઓનલાઈન પ્રસારણ કરવામાં આવ્યું હતું. પંચવર્ષીય પાટોત્સવની ભવ્ય ધર્મમય ઉજવણીથી માત્ર પાટીદાર સમાજ નહીં તમામ સમાજનાં કરોડો લોકો ભાવનાઓનાં સાગરમાં પવિત્ર સ્નાન કરીને અભિભૂત થયા હોવાની અભૂતપૂર્વ અભિવ્યક્તિ કરી શક્યા હતા. દેશનો જાણે કે ખૂણે-ખૂણો અને લાખો કરોડો લોકો માં ખોડલધામનાં આશિર્વાદનાં તેજોવલયથી અભિભૂત થઇ ગયા હતા. દેશ-વિદેશમાં 10 હજારથી વધુ સ્થળે સોશિયલ મીડિયા અને ટીવી ચેનલનાં માધ્યમથી બહોળી સંખ્યામાં તમામ સમાજનાં ભાવિકોએ પંચવર્ષીય પાટોત્સવ નિહાળી માતાજીનાં દર્શન કર્યા હતા અને મહાઆરતીમાં ઓનલાઈન જોડાઈને ભાવવિભોર બની ગયા હતા. ધાર્મિક સમારંભને અંતે સમાજ શિરોમણી અને તમામ સમાજમાં લોકપ્રિય એવા આગેવાન તથા ખોડલધામનાં પ્રણેતા નરેશ પટેલે સમાજ જોગ ખૂબ જ ભાવવાહી સંબોધન કર્યું હતું. અંતમાં એક સાથે 10 હજાર સ્થળે ઈતિહાસમાં પહેલીવખત રાષ્ટ્રગીતનું સામુહિક ગાયન કરવામાં આવ્યું હતું.

ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ દ્વારા નરેશભાઈ પટેલનાં માર્ગદર્શન હેઠળ કોરોના ગાઈડલાઈન્સને ધ્યાનમાં રાખી પંચવર્ષીય પાટોત્સવની ભવ્યાતિ ભવ્ય વર્ચ્યુઅલ ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવ નિમિતે સવારે મહાયજ્ઞ યોજવામાં આવ્યો હતો. સવારે 9 વાગ્યાથી ખોડલધામ ટ્રસ્ટનું ડોક્યુંમેન્ટરીનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. તે પછી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને મહાઆરતી થઇ હતી.

ધાર્મિક કાર્યક્રમો બાદ નરેશભાઈ પટેલે સમાજ જોગ પ્રેરક સંદેશો આપતા જણાવ્યું હતું કે, વિશ્વમાં વસતા દરેક સમાજે ખોડલધામને પ્રથમ દિવસથી સાથ સહકાર આપ્યો છે. 2017 માં અંદાજે 150 જેટલા સમાજ અને સંસ્થાઓએ મળીને શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ અને મારૂ સન્માન કર્યું હતું. તદ્દઉપરાંત માં ખોડલનાં રથનાં ખૂણે-ખૂણે દરેક સમાજ દ્વારા પોંખણા કરવામાં આવ્યા હતા. આજની તારીખે પણ ખોડલધામ મંદિરમાં દરેક સમાજનાં ભાઈઓ-બહેનો માતાજીનાં દર્શન કરતા હોય એવા દ્રશ્યો દરેક ક્ષણે જોવા મળે છે. ત્યારે હું સમજુ છું કે આ દરેક સમાજનું આપણા પર ઋણ છે.

આ ઋણ ચૂકવવા દરેક સમાજ અને જ્ઞાતિનાં મહાપુરુષોની પ્રતિમા ખોડલધામ સંકુલમાં સ્થાપિત કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, ખોડલધામ ટ્રસ્ટે સમાજ અને રાષ્ટ્રનાં વિકાસ માટે 2017 બાદ અનેક પ્રકલ્પો પુરા કર્યા છે. જેમકે સ્પર્ધાત્મક પરીક્ષામાં દીકરા-દીકરીઓ જોડાય, ખોડલધામ સમાધાન પંચ અને મેરેજ બ્યુરો, શિક્ષણ અને ખેતીવાડી જેવા પ્રકલ્પ ટ્રસ્ટે પુરા કર્યા છે. તેમણે હૃદય પૂર્વક એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે, સમાજનાં દીકરા-દીકરીઓ શિક્ષણ મેળવવાની સાથે-સાથે આરોગ્ય ક્ષેત્રે, સાહિત્ય-સંગીત, રમત-ગમત અને મીડિયા સહિતનાં તમામ ક્ષેત્રોમાં આગળ આવે અને સરકારી નોકરીઓમાં પણ આગળ વધે.

Read About Weather here

તેમણે આ હેતુ માટે વિવિધ સંસ્થાઓ સાથે સંકલન કરીને આગળ વધવાનું સૂચન કર્યું હતું અને ઉમેર્યું હતું કે, આપણું સંગઠન ખૂબ લાગણી અને મજબૂતીથી ઉભું છે. ત્યારે આજના યુવાન દીકરા-દીકરીઓને અનુરોધ કરું છું કે, આ સંગઠનને ક્યારેય આંચ ન આવે તેની જવાબદારી આપ સહુની છે. આજનો શુક્રવારનો દિવસ ખોડલધામ ટ્રસ્ટ અને ખોડલધામ પરિવાર માટે ઐતિહાસિક બની રહ્યો હતો. સવારે 6 થી 9 વાગ્યા સુધી મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો. મંદિર પરિસરની યજ્ઞશાળામાં યજમાન દ્વારા આહુતિ આપવામાં આવી હતી. નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળે મહાયજ્ઞમાં એક અનોખી પહેલ કરી હતી. જેના ભાગરૂપે એક સામાન્ય ખેડૂત પરિવારને યજ્ઞનાં યજમાન પદે બેસાડવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લાનાં પડધરી તાલુકાનાં નાગબાઈનાં ગઢડા ગામનાં વતની અને સામાન્ય ખેડૂત એવા હરિભાઈ ટીંબડીયાનો પરિવાર મહાયજ્ઞમાં યજમાન બન્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here