ખોડલધામ એ માત્ર સંસ્થા નથી, વિચાર છે: નરેશ પટેલ

ખોડલધામ એ માત્ર સંસ્થા નથી, વિચાર છે: નરેશ પટેલ
ખોડલધામ એ માત્ર સંસ્થા નથી, વિચાર છે: નરેશ પટેલ

મહાયજ્ઞ, ધ્વજારોહણ, મહાઆરતી અને સમાજ શિરોમણી નરેશ પટેલનું ભાવવાહી ઉદ્દબોધન: ભાવુક બનીને કહ્યું સોમનાથ મહાદેવ અને માં ખોડલનાં આશિર્વાદથી આપણું સ્વપ્ન સાકાર થયું
અભૂતપૂર્વ વાતાવરણમાં યોજાયેલા ધાર્મિક સમારંભમાં સમાજ જોગ પ્રવચન
સામુહિક અને સર્વસ્તરનાં સામાજીક વિકાસનું રેખાચિત્ર દોરતા આગેવાન
સમાજના દીકરા-દીકરી સાહિત્ય, સંગીત, રમત-ગમત અને મીડિયામાં આગળ આવે એવી મનોકામના
રાજકોટ પાસે અમરેલી ગામ ખાતે શિક્ષણ અને આરોગ્યનું ભવ્ય કેન્દ્ર ઉભું કરાશે, દરેક સમાજનાં મહાપુરૂષોની પ્રતિમા ખોડલધામમાં સ્થાપિત કરાશે, મહત્વપૂર્ણ જાહેરાત કરતા સમાજ શિરોમણી

દેશ અને વિદેશનાં સમસ્ત લેઉવા પટેલ સમાજનાં આસ્થા અને ધર્મ ભાવનાનું કેન્દ્ર ખોડલધામ મંદિરનાં પંચવર્ષીય પાટોત્સવ સહિતનાં ધાર્મિક કાર્યક્રમો બાદ સમાજ જોગ, ભાવનાશીલ અને પ્રેરણારૂપ સંબોધન કરતા સમાજ શિરોમણી અને ખોડલધામનાં પ્રણેતા નરેશ પટેલે ખૂબ જ મહત્વની જાહેરાત કરી હતી કે, માં ખોડલધામ મંદિરએ માત્ર સંસ્થા નથી. પણ એક વિચાર છે.

Visit Saurashtra Kranti Homepage here

સમાજનાં સર્વગ્રાહી, સામુહિક અને સર્વસ્તરીય વિકાસની અભિલાષા સાથે તેમણે સમાજ માટે ભાવિ વિકાસની રૂપરેખા દર્શાવતું અદ્દભુત શબ્દચિત્ર પણ રજુ કર્યું હતું. સમાજ સમક્ષ પોતાનું હૃદય ઠાલવતા પાટીદાર સમાજનાં સૌથી લોકપ્રિય શ્રેષ્ઠી એવા નરેશ પટેલે એવી ભાવના વ્યક્ત કરી હતી કે, સમાજનાં દીકરા-દીકરી સાહિત્ય, સંગીત, રમત-ગમત ક્ષેત્ર અને મીડિયામાં આગળ વધે અને નામના પ્રાપ્ત કરે એ જરૂરી છે.

સામાજીક રીત રીવાજોમાં સુધારાનો સ્પષ્ટ સંકેત આપતા નરેશ પટેલે સમાજને અનુરોધ કર્યો હતો કે, આપણે સામાજીક પ્રસંગોમાં ઓછો ખર્ચ કરવો જોઈએ. તેમણે મહત્વની જાહેરાત કરતા એવું પણ જણાવ્યું હતું કે, ખોડલધામનો વિચાર મુકાયો ત્યારથી નિર્માણ સુધી વિશ્ર્વમાં વસતા દરેક સમાજે પ્રથમ દિવસથી જ સાથ સહકાર આપ્યો છે. ખોડલધામ મંદિરમાં દરેક સમાજનાં ભાઈઓ-બહેનો માતાજીનાં દર્શન કરતા હોય છે.

એટલે આ દરેક સમાજનું આપણા પર ઋણ છે. એટલે દરેક સમાજનાં મહાપુરુષોની પ્રતિમાઓ ખોડલધામ મંદિર પરિસરમાં સ્થાપિત કરવામાં આવશે અને આ રીતે દરેક સમાજનું ઋણ ચૂકવવાનો મક્કમ સંકલ્પ નરેશ પટેલે વ્યક્ત કર્યો હતો.

બીજી એક મહત્વની જાહેરાત તેમણે કરી હતી કે રાજકોટથી 20 કિ.મી. દૂર અમરેલી ગામ ખાતે એક ભવ્ય શિક્ષણ અને આરોગ્ય ધામ ઉભું કરવામાં આવશે. 50 એકર જેટલી વિશાળ જગ્યામાં જબરદસ્ત કેન્દ્ર ઉભું કરવા માટે અમે સંકલ્પ બધ્ધ બન્યા છીએ. તેમણે કહ્યું હતું કે, ખોડલધામ ટ્રસ્ટ કાગવડે 2017 થી અત્યાર સુધીમાં રાષ્ટ્રનાં વિકાસનાં અનેક પ્રકલ્પ પરીપૂર્ણ કર્યા છે.

Read About Weather here

તેમણે ખૂબ જ સૂચક રીતે જણાવ્યું હતું કે, ખોડલધામ એ કોઈ સંસ્થા માત્ર નથી પણ એક વિચાર છે. ભગવાન સોમનાથ મહાદેવ અને માં ખોડલે આપણું સપનું સાકાર કર્યું છે. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નજીકનાં ભવિષ્યમાં જ સોમનાથ મહાદેવ યાત્રાધામમાં એક ભવ્ય સોમનાથ ભવનનું નિર્માણ કરી લોકાર્પણ કરવામાં આવનાર છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here