સૌરાષ્ટ્ર- ગુજરાતમાં કોરોના કેસોમાં રોજેરોજ ઉછાળો

સૌરાષ્ટ્ર- ગુજરાતમાં કોરોના કેસોમાં રોજેરોજ ઉછાળો
સૌરાષ્ટ્ર- ગુજરાતમાં કોરોના કેસોમાં રોજેરોજ ઉછાળો

વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં વધતું જતું સંક્રમણ: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 12753 અને સૌરાષ્ટ્રમાં 1500 કેસ: રાજકોટમાં છેલ્લા બે સપ્તાહનાં સૌથી વધુ વિક્રમી 581 કેસ નોંધાયા

ઉત્તરાયણ પછી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોનાનાં કેસોમાં 37 ટકા જેવો જોરદાર ઉછાળો નોંધાયો છે અને રોજેરોજ વધુને વધુ નવા કેસ નોંધાઈ રહ્યા હોવાથી તમામ સ્તરે આરોગ્યતંત્ર સતર્ક બની ગયું છે. છેલ્લા 24 કલાક દરમ્યાન ગુજરાતમાં નવા 12753 કોરોના કેસો નોંધાયા હતા. જયારે સૌરાષ્ટ્રમાં 1500 જેટલા નવા કોરોના કેસ નોંધાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને રાજકોટમાં શાળાઓમાં પણ કોરોના સંક્રમણ ઝડપથી પ્રસરી રહ્યું છે. રાજકોટની 7 જેટલી શાળાઓમાં કોરોનાનાં કેસો જોવા મળ્યા છે. વધુ પાંચ વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો કોરોના સંક્રમિત થયા છે. રાજકોટમાં છેલ્લા 2 સપ્તાહમાં પહેલીવાર એક દિવસમાં 581 નવા કેસો નોંધાતા આરોગ્યતંત્રમાં દોડધામ વધી ગઈ છે. ગુજરાતમાં પણ કોરોના મહામારી હાહાકાર મચાવી રહી છે.

સુરતમાં વધુ 37 વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. અમદાવાદમાં પણ ઉત્તરાયણ પછી એકાએક કોરોના સંક્રમણમાં ઉછાળો આવ્યો છે. અત્યારે કુલ 95 દર્દીઓ વેન્ટીલેટર પર છે. અમદાવાદ, સુરત, વડોદરા જેવા મહાનગરોમાં આરટી-પીસીઆર ટેસ્ટ માટે લોકોએ ધસારો કરતા લાંબી-લાંબી કતારો જામી ગઈ છે. આરટી-પીસીઆરનો રીપોર્ટ મળવામાં ત્રણ દિવસથી વધુ સમય લાગી રહ્યો હોવાથી લોકોમાં ભારે વિરોધ ઉભો થયો છે.

Read About Weather here

અમદાવાદમાં કોરોના મહામારી રોકેટ ગતિથી ફેલાઈ રહી હોવાથી માઈક્રો ક્ધટેનમેન્ટ ઝોનમાં ભારે વધારો થઇ રહ્યો છે. વધુ 17 વિસ્તારો માઈક્રો જાહેર કરાતા મહાનગરમાં કુલ 111 વિસ્તારો માઈક્રો ક્ધટેનમેન્ટ ઝોન બન્યા છે. આરોગ્યતંત્ર અને મનપાનાં સુત્રો તહેવાર પછી મહામારીમાં આવેલા ઉછાળા બદલ લોકોની બેદરકારી કારણભૂત ગણાવી રહ્યા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here