આંધ્રમાં સુપ્રીમનાં આદેશ છતાં જલ્લીકટુ સ્પર્ધા, 30 ઘાયલ

આંધ્રમાં સુપ્રીમનાં આદેશ છતાં જલ્લીકટુ સ્પર્ધા, 30 ઘાયલ
આંધ્રમાં સુપ્રીમનાં આદેશ છતાં જલ્લીકટુ સ્પર્ધા, 30 ઘાયલ

ચિત્તૂર જિલ્લામાં સેંકડો લોકો પરંપરાગત લોહિયાળ રમતમાં જોડાયા

દક્ષિણ ભારતમાં ખૂબ જ લોકપ્રિય ગણાતી પરંપરાગત અને પ્રાચીન જલ્લીકટુ રમત-ગમત સ્પર્ધા યોજવા સામે સુપ્રીમનો આદેશ હોવા છતાં આંધ્રપ્રદેશનાં ચિત્તૂર જિલ્લામાં આ સ્પર્ધા યોજાઈ હતી. જેના કારણે 30 થી વધુ સ્પર્ધકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

ચિત્તૂરનાં એક ગામડામાં યોજાયેલી રમતમાં આસપાસનાં જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.500 જેટલા બળદ અને સેંકડો ગ્રામજનોએ જલ્લીકટુમાં ભાગ લીધો હતો. આખી સ્પર્ધા દરમ્યાન 30 થી વધુ લોકો બળદનાં શિંગડાનાં પ્રહારથી અથવા તો નીચે કચડાઈ જવાથી ઘાયલ થયા હતા.

ચિત્તૂરમાં કોરોના મહામારી બેફામ બની રહી છે. એક દિવસમાં નવા 1124 કેસો નોંધાયા હતા. છતાં આવી રમતનું આયોજન કરવામાં આવ્યું હતું અને સેંકડો લોકો સાંકડી શેરી-ગલ્લીઓમાં એકઠા થયા હતા.

Read About Weather here

હવે તમિલનાડુમાં પણ જ્યાં ત્યાં સ્પર્ધા ઉદ્દભવી છે. ત્યાં પણ જલ્લીકટુનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તમિલનાડુની સ્પર્ધામાં બળદ ઉછેર માટે નિષ્ણાંત ગણાતી 16 વર્ષની સ્નેહા પણ જોડાનાર છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here