નવા પક્ષો થકી મત વિભાજનની ભાજપની ગંદી રાજનીતિ: કોંગ્રેસ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ગુજરાતનાં યુવાનો અને જનતાને ગેરમાર્ગે દોરી સતા હડપ કરવાના કારસા ભાજપ બંધ કરે: પ્રદેશ યુવા કોંગ્રેસનાં મહામંત્રી બ્રિજેશ પટેલનાં પ્રહારો: આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ બન્યાનો યુવા અગ્રણીનો આક્ષેપ

ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસનાં મહામંત્રી બ્રિજેશ પટેલે એક નિવેદનમાં એવો ગંભીર આક્ષેપ કર્યો છે કે, જાતિ, જ્ઞાતિ અને કોમવાદનો સહારો લઇ નવી પાર્ટીઓ થકી મતોનું વિભાજન કરવાની ગંદી રાજનીતિ ભાજપ અપનાવી રહ્યો છે. આમ આદમી પાર્ટીનાં નેતાઓ રાજીનામા આપી ભાજપમાં જોડાયા છે. તે બતાવે છે કે, ભાજપની બી ટીમ તરીકે આમ આદમી પાર્ટી ગુજરાતમાં સક્રિય થઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

યુવા નેતાએ નિવેદનમાં એવા આક્ષેપો કર્યા હતા કે, નવી-નવી પાર્ટીઓ ગુજરાતમાં લાવી મતનાં વિભાજન માટે આ પાર્ટીઓને હાથો બનાવી ભાજપ ગુજરાતનાં યુવાનો અને જનતાને ગેરમાર્ગે દોરી સતા હડપવાના કારસા કરી રહ્યો છે. એ સામે હવે યુવા મતદારો અને જનતાએ જાગૃત થવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે, ગાંધી અને સરદારની વિચારધારા ધરાવતો કોંગ્રેસ પક્ષ ગુજરાતનાં વિકાસનો નવો માર્ગ કંડારશે.

Read About Weather here

જોમ જુસ્સો ધરાવતી યુવા કોંગ્રેસની નવી ટીમ દરેક મોરચે લડતા યુવા નેતાઓ અને ગુમરાહ થઈને નવી પાર્ટીમાં જોડાયેલા યુવાનોને અમારા સંગઠનમાં જોડી આગામી ચૂંટણીઓમાં ભાજપ સરકારને ઘરભેગી કરવાનો સંકલ્પ કરી ચુકી છે. તેમણે યુવાનોને જાહેર અપીલ કરી હતી કે, જે યુવાનો લોભ, લાલચને કારણે આવી નવી પાર્ટીઓમાં જોડાયા છે એમના માટે યુવા કોંગ્રેસનાં દ્વાર ખુલ્લા છે. લડાયક, કર્મનિષ્ઠ, શિક્ષિત અને જાગૃત યુવાનોને આવકારવા અમે હંમેશા તત્પર રહેશું અને સાથે મળીને આ તાનાશાહ સરકારથી ગુજરાતને મુક્ત કરવાના પ્રયાસો કરશું.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here