ગુજરાત હાઈકોર્ટનાં વડા ન્યાયમૂર્તિને રઝળતા ઢોરનો ત્રાસ…!!

ગુજરાત હાઈકોર્ટનાં વડા ન્યાયમૂર્તિને રઝળતા ઢોરનો ત્રાસ…!!
ગુજરાત હાઈકોર્ટનાં વડા ન્યાયમૂર્તિને રઝળતા ઢોરનો ત્રાસ…!!

હાઈકોર્ટનાં મુખ્ય દરવાજામાં પ્રવેશ કરવામાં સમસ્યા: ખૂદ વડા ન્યાયમૂર્તિ અરવિંદ કુમારની ટકોરથી ખળભળાટ

ગુજરાતમાં રસ્તા પર રઝળતા ઢોરને કારણે માત્ર આમ આદમીને સમસ્યા નથી પણ રાજ્યનાં વડા ન્યાયમૂર્તિને પણ હેરાનગતિ થઇ રહી હોવાનું ખૂદ એમણે દર્શાવતા સરકારી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. રસ્તા પર રઝળતા ઢોર અંગે થયેલી અરજી પરની સુનવણી દરમ્યાન વડા ન્યાયમૂર્તિ અરવિંદ કુમારે ખૂદ પોતાનો અનુભવ કહેતા દર્શાવ્યું હતું કે, મને ખૂદ હાઈકોર્ટમાં પ્રવેશ કરવામાં દરરોજ તકલીફ પડે છે. ડઝનબંધ ઢોર દરવાજાને રોકીને પડ્યા પાથર્યાં હોય છે પણ જવાબદાર સતાવાડાઓ તેમની ફરજ નિભાવતા નથી.

Visit Saurashtra Kranti Homepage here

હાઈકોર્ટે અગાઉ પણ ઢોરની સમસ્યા કાબુમાં લેવા અને રસ્તા ચોખ્ખા કરવા આદેશ આપ્યો છે. છતાં અમલ ન થતા એક અરજદારે કરેલી કોર્ટ તિરસ્કારની અરજી પર હાઈકોર્ટમાં ચીફ.જસ્ટીસ સમક્ષ જ સુનવણી થઇ હતી. અરજદાર દ્વારા દર્શાવવામાં આવ્યું હતું કે, વાહન વ્યવહાર ચોખ્ખો રહે, રસ્તાની સુરક્ષા જળવાય તે માટે રસ્તા પરથી ઢોર હટાવવા અંગે અગાઉ વડી અદાલતે આપેલા અનેક આદેશોનું સરકારી તંત્ર દ્વારા પાલન કરવામાં આવ્યું નથી.

ટ્રાફિકની સમસ્યા માટે મુખ્ય કારણ રઝળતા ઢોર છે.સરકારે લીધેલા પગલા અંગે અદાલતમાં સવાલ થતા એડવોકેટ અમિત પંચાલે જણાવ્યું હતું કે, અમદાવાદનાં પોલીસ કમિશનરે ચોક્કસ વિસ્તારોને ઢોર મુક્ત ઝોન બનાવવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. ટ્રાફિક પોલીસની એફિડેવિટમાં પણ દર્શાવ્યું હતું કે, રસ્તા પર અને જાહેર સ્થળે ઢોરને નીરણ નાખનારા સામે પોલીસે પગલા લેવાનું શરૂ કર્યું છે. જેથી કરીને આ સમસ્યા કાબુમાં લઇ શકાય. મહાનગરનાં તમામ વિસ્તારોમાં રઝળતા ઢોરની સમસ્યા છે. પોલીસે કેટલાક વિસ્તાર ઢોર મુક્ત જાહેર કર્યા છે. બાકીના વિસ્તારો અંગે રાજ્ય સરકાર અને મનપાએ નિર્ણય લેવાનો રહે છે.

Read About Weather here

સરકાર અને પોલીસની રજૂઆત સાંભળ્યા બાદ વડા ન્યાયમૂર્તિએ વચ્ચે કહ્યું હતું કે, મારી કાર જયારે પણ હાઈકોર્ટનાં મુખ્ય પ્રવેશદ્વાર પણ પહોંચે ત્યારે 10 થી 12 ઢોર રસ્તો રોકે છે. પોલીસ પણ હટાવી શકતી નથી. નિયમો ઘડાય છે પણ તેનો અમલ કરી શકાતો નથી. કેમકે જવાબદાર એજન્સીઓ એમની ફરજ બજાવતી નથી. એટલે હવે વડી અદાલતે પણ પરિસ્થિતિ જાળવવા કાનૂની સેવા સતા મંડળને કામ સોંપવાનું નક્કી કરવું પડશે. શ્ર્વાનનનાં આતંક અંગે શું પગલા લેવાયા છે એ અંગે પણ વડા ન્યાયમૂર્તિએ સરકારને સવાલ કર્યો હતો. તેમણે તીખી ટકોર કરી હતી કે, મને ઘણા મિત્રોએ સલાહ આપી છે કે આપ રસ્તા પર વોકિંગ કરવા નિકળતા નહીં.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here