ટેસ્ટીંગનો અતિરેક, આડેધડ સારવાર સામે લાલબત્તી

ટેસ્ટીંગનો અતિરેક, આડેધડ સારવાર સામે લાલબત્તી
ટેસ્ટીંગનો અતિરેક, આડેધડ સારવાર સામે લાલબત્તી

દેશના ટોચના 35 તબીબોનો ખુલ્લો પત્ર: બીનજરૂરી રીતે પુરાવા વિના દવાઓ અને દાખલ કરવા સામે ચેતવણી આપતા નિષ્ણાંતો

દેશના 35 જેટલા ટોચમાં નિષ્ણાંતો, તબીબોએ એક ખુલ્લો પત્ર લખીને કોરોનાની ત્રીજી લહેર દરમ્યાન થઇ રહેલા ટેસ્ટીંગના અતિરેક અને આડેધડ હોસ્પિટલમાં દાખલ કરી. અપાતી સારવાર સામે લાલબત્તી ધરી છે. આ પત્રમાં નિષ્ણાંતોએ બિનજરૂરી ટેસ્ટીંગ ન કરવા અને ચોક્કસ નિદાન કે આધાર પુરાવા વિના દવા ન આપવા કેન્દ્ર અને રાજયના આરોગ્ય તંત્રને અપીલ કરી છે અને આવી પ્રવૃતિઓ અટકાવવા અનુરોધ કર્યો છે. આ પત્રમાં જશલોક હોસ્પિટલ મુંબઇના વિશ્ર્વ પ્રસિધ્ધ ડો. સંજય નાગરલની પણ સહી છે.

Visit Saurashtra Kranti Homepage here

તબીબોએ ખુલ્લા પત્રમાં સાફ દર્શાવ્યું છે કે, કોવિડની સારવાર હોય કે દાખલ કરવાની પ્રક્રિયા એ બધામાં આપણે અતિરેખ કરી રહયા છીએ. 2021માં આપણે જે પ્રકારે પ્રતિક્રિયાઓ આપી હતી તેનું આ વર્ષે પણ પુનરાવર્તન કરી રહયા છીએ. મોટા ભાગના કોવિડ કેસોમાં બિનજરૂરી ટેસ્ટીંગ, બિનજરૂરી ઇન્જેકશનો અને બિનજરૂરી હોસ્પિટલમાં દાખલ કરવાની પ્રક્રિયાઓ ચલાવવામાં આવી રહી છે. કેનેડાની મેકગીલ યુનિવર્સિટીના ચેપીરોગ નિષ્ણાંત ડો.મધુકર પાઇએ જણાવ્યું હતું કે, દવાઓ અને ખાસ કરીને વિટામીનના આડેધડ ઉપયોગથી બીજા વેવની જેમ મ્યુકરમાઇકોસીસ જેવા ચેપી રોગ ફાટી નિકળવાની બિક રહે છે.

Read About Weather here

પત્રમાં દર્શાવ્યું છે કે, કોવિડ લક્ષણો જણાવતા દર્દીઓને ઘરે રાખીને સારવાર કરી શકાય. એમનું ઓક્સિજન લેવલ સતત ચકાસતા રહેવું જોઇએ. છતાં સીટી સ્કેન કરાવવામાં આવી રહયા છે અને મોંઘા બ્લડ રીર્પોટ કરાવવામાં આવી રહયા છે. બિનજરૂરી રીતે દવાખાનામાં દાખલ કરી દેવામાં આવે છે. જેના કારણે અનેક પરિવારો પર અકારણ આર્થીક બોજો આવી પડે છે. ડો.સચિત બલસારી જેવો હાવર્ડ મેડિકલ સ્કૂલમાં ફરજ બજાવે છે એમનું માનવું છે કે, દર્દીઓને પુરી માહિતી જ મળી રહી નથી. ભારતમાં જાતજાતની દવાઓ અને ઇન્જેકશનનું આડેઘડ પ્રીક્રિપસન આપી દેવામાં આવે છે જે ખુબ જ નિરાશા જનક બાબત છે. એ કારણે જ ડેલ્ટાના વેવમાં વધુ મોત થયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here